Surat News સુરત : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપમાં બડબોલા નેતા ગણાય છે. ધારાસભ્ય વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઉભા રહે છે. તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. સુરતમાં ખાડા રાજના ત્રાસને લઈ તેઓએ સુરત મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમાર કાનાણીનો પત્ર
કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમ્યાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે. અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતા સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રીપેર કરવા મારી માંગણી છે.


30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારને વડોદરાનો વિકાસ ન દેખાયો! શહેરને પૂરથી 1500 કરોડનું નુકસાન


ધારાસભ્ય કુમાર કાણાનીએ આ પત્ર વિશે લખ્યું કે, મ્યુ.કમિશનરનું અધિકારીઓ સાંભળતા નથી. મ્યુ.કમિશનરની બેદરકારી, સંકલનનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. બે દિવસની અંદર ખાડા પૂરવા કહ્યું છે. નહિ ખાડા પુરાય તો હું આગળ નો કાર્યક્રમ આપીશ. ખાડા તો પુરવા જ પડશે. મ્યુ.કમિશનર પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શક્તા નથી.


સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી
કુમાર કાનાણી સતત સરકાર સામે પ્રજાના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે. તેઓ સરકાર અને સરકારી અધિકારીઓ સામે બેફામ બોલતા હોય છે. આ પહેલા તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાના ભાજપના ભરતી મેળા પર સવાલો કર્યા હતા. તો આરોગ્ય વિભાગને ભેળસેળ રોકવા માટે રજૂઆત કરી હતી. 


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ! ગુજરાતથી બસ આટલે જ દૂર, સૌરાષ્ટ્ર-કચ્છ થઈ આ રીતે આગળ વધશે