Surat News પ્રશાંત ઢીવરે/સુરત :સુરત અલથાણ વૉર્ડ નબર 30 મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનો ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું છે. ગત રોજ દીપિકા પટેલે પોતાના જ ઘરમાં દુપટ્ટો વડે આપઘાત કરી લીધો હતો. પરિવારે શંકા કરતા સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક વિભાગનાં પ્રોફેસર રાકેશ મોરી અને તેઓની ટીમે ફોરેન્સિક પીએમ કર્યું હતું. ફોરેન્સિક પીએમમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ ભીમરાડ ગામ બ્રાહ્મણ ફળિયામાં 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. પતિ ખેતી કામ કરે છે અને દીપિકાબેન સક્રિય રીતે ભાજપ સાથે જોડાયેલા છે. હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.


ગત રોજ દિપીકાબેન પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું હતું કે, મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવક પણ હતા. આ આત્મહત્યા નથી હત્યા થઈ હોવાની અમને આશંકા છે. હાલ પીએમ કરવામાં આવી રહ્યું છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે. અમને પોલીસ પર વિશ્વાસ છે. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.


ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના ઘરે આવ્યા નાનકડા મહેમાન, પરિવારે પુંગનુર ગાયને કરાવ્યો પ્રવેશ, PHOTOs


આવો હતો સમગ્ર ઘટનાક્રમ
ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સીસીટીવીમાં નજરે પડે છે કે 2:07 કલાકે કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યો હતો. 2:17 કલાકે ડોક્ટર આકાશ પટેલ આવ્યો હતો.2:30 કલાકે ભત્રીજો આવ્યો હતો. પહેલાં માળે દરવાજો લોક હતો. રૂમમાં ચિરાગ, આકાશ અને દીપિકા અંદર હતા. 2:34 ડોક્ટર સુનિલ આવ્યો હતો. ભત્રીજાએ ઘરના સભ્યોને જાણ કરી હતી. પીઆઇ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ મૃતક દીપિકાના પતિ, દીકરી, બે દીકરા, ચિરાગ, પીઆઇ આ બધા પોસ્ટમોર્ટમ રૂમમાં અંદર ગયા હતા. જોકે, આ દરમિયાન ડીસીપી વિજયસિંહ ગુર્જર, ચોર્યાસી વિધાનસભા ધારાસભ્ય સંદીપ દેસાઈ, મેયર દક્ષેશ માવાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.આ મામલે અલથાણ પોલીસે આપઘાત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


શરીર પર કોઈ પણ ઈજાના નિશાન નથી
પરિવારે કરેલી શંકાને લઈ અલથાણ પોલીસે ફોરેન્સિક પીએમ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગની ટીમે મૃતક દીપિકા પટેલ નું ફોરેન્સિક પીએમ કર્યું હતું. જેમાં હાલ ફોરેન્સિક પીએમમાં દીપિકાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ROM ભરત પટેલે જણાવ્યું હતું કે, ગતરોજ દીપિકા પટેલે આપઘાત કરી લેતા તેને મૃતક હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ફોરેન્સિક વિભાગની ટીમે પીએમ કર્યું હતું. ફોરેન્સિક પીએમમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. દીપિકાબેનના શરીર પર કોઈપણ પ્રકારના ઈજાઓ જોવા મળી નથી. ફોરેન્સિક પીએમ માં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.


ઘટનાને લઈને અલથાણ પોલીસ મથકમાં આપઘાતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અને એફએસએલની ટીમ દીપિકા પટેલની ઘરમાં તપાસ કરી રહી છે. પતિ અને તેના પુત્રનો પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. દીપિકા પટેલ એ કયા કારણોસર આપઘાત કર્યા છે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ દીપિકા પટેલનું આપઘાતનું કારણ બહાર આવશે.


ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહી