તેજશ મોદી/સુરત: સુરતમાં છેલ્લા કેટલાક સમયમાં ગુનાખોરીની સંખ્યા ખુબ વધી છે, નાની નાની વાતોમાં અસામાજીક તત્વો મારામારી અને હત્યા સુધીને ઘટનાઓને અંજામ આપતા ચુકતા નથી, સામાન્ય લોકો સાથે આવી ઘટનાઓ દરરોજ બની રહી છે, જોકે આ વખતે જેની રાજ્ય સરકાર છે, તેવા ભાજપના જ ધારાસભ્યને ગુંડા તત્વોએ જાનથી મારી નાંખવાની ઘમકી આપી છે, જેના પગલે તેઓ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા દોડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવે છે, આવા લોકો સામાન્ય લોકો સાથે મારામારી કરી તેમને મોતને ઘાટ ઉતારવાનું પણ ચુકતા નથી, કારણ કે તેમને પોલીસનો સીધો કોઈ ડર રહ્યો નથી, સામાન્ય લોકો સાથે બનતી આવી ઘટનાઓ પર પોલીસ ખુબ ઓછું ધ્યાન આપતી હોવાથી અસામાજિક તત્વોની હિમ્મત વધી જતી હોય છે, જેને જ કારણ કે આજે ભાજપના ધારાસભ્યને પણ કડવો અનુભવ થયો છે.


સુરત: સ્કૂલમાં એડમિશનના બહાને લાખોની છેતરપીંડી કરનાર ગેંગ ઝડપાઇ


સુરતના કામરેજના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા પાર્ટીના કામે નીકળ્યા હતાં. તે સમયે બુટભવાની વિસ્તારમાં તેમની કાર જઈ રહી હતી. તે સમયે કેટલાક લોકોએ પોતાના વાહનો રસ્તામાં પાર્ક કર્યા હતાં, જેથી કારના ડ્રાઈવરે વાહન હટાવવાનું કહ્યું હતું, જોકે વાહન પાર્ક કરનારા યુવકોએ દાદાગીરી શરુ કરી હતી, સતત દાદાગીરી કરી અપશબ્દો બોલી રહેલા યુવકોનો જ્યારે કારમાં બેઠલા વ્યક્તિએ કહ્યું હતું કે, આ ધારાસભ્યની કાર છે. જો તેઓ વધુ ઉશ્કેરાયા હતાં અને ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા પાસે પહોંચી તેમને પણ ધમકી આપી હતી સાથે જ કરના કાચ ફોડી નાંખવાની ધમકી આપી હતી.


વડોદરા: વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન જાગૃતિ માટે યોજી રેલી


જોકે મામલો વધુ ઉગ્ર બને તે પહેલા જ ઝાલાવાડિયા ઘટના સ્થળેથી નીકળી સીધા પુણા પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં તેમના ડ્રાઈવરે દાદાગીરી અને ધમકી આપનારા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ઝાલાવાડિયાએ કહ્યું હતું કે આ વિસ્તારમાં સતત અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસે છે, જેઓ લોકોને હેરાન કરે છે, સાથે જ મોબાઈલ અને ચેઈન સ્નેચિંગ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે.


 



પોલીસને સતત રજૂઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી, જોકે જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તમારી જ પાર્ટીની સરકાર છે, તો પણ તમારી સાથે આવી ઘટના બની છે તો શું પોલીસની નિષ્કાળજી કહેવાય કે નહીં તો તેના જવાબમાં કહ્યું હતું કે પોલીસ કામ તો કરે છે પરંતુ હજુ અસરકારક કામ કરવામાં આવે.