Fake ID card Scam ચેતન પટેલ/સુરત : આધારકાર્ડ,પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,જન્મપ્રમાણપત્ર જેવા ભારતીય નાગરિક તરીકેના આવશ્યક ઓળખના બનાવટી પુરાવાઓ બનાવી, દેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરનારાઓના મુખ્ય સુત્રધારોને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી રાષ્ટ્રવ્યાપી ગુનાનો પર્દાફાશ ઇકો સેલ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 2 લાખ જેટલા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ તથા જન્મ દાખલો કબ્જે કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલના સમયમાં સમગ્ર ભારત દેશ અને તેમાં પણ ગુજરાત રાજ્યમાં બોગસ અને બનાવટી ઓળખના પુરાવાઓ બનાવી તેના આધારે ડી સીમકાર્ડ, લોન કૌભાંડો વ્યાપક માત્રામાં થઇ રહ્યાં છે. આ બાબતો ધ્યાને આવતા ગુજરાત પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓના મુળ સુધી પહોંચી તેમાં સંડોવાયેલ લોકોને પકડી પાડી આ પ્રકારના ગુનાઓ પર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇકોસેલમાં HDFC બેંક લિમિટેડનાં એરીયા ઇન્વેસ્ટીંગેશન મેનેજર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ મણીલાલ પીપરોડીયા ફરીયાદ આપી હતી કે, આરોપીઓએ એક-બીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી કરાવી તેમા લોન લેનારના નામના ખોટા આધાર કાર્ડ, પાનકાર્ડ, રહેઠાણનું ખોટુ સરનામુ તથા તેઓ કોઇ કંપનીમાં નોકરી કરતા ન હોવા છતા તે કંપનીની બોગસ સેલેરી સ્લીપો રજુ કરી લોન મંજુર કરી તે લોનના રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખી લોનના હપ્તા નહીં ભરી બેંકને કુલ રૂ.૯૨,૫૭,૨૫૧/- નું આર્થિક નુકશાન કર્યું છે. 


ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન, આટલા વાગ્યે ખુલી જશે નિજ મંદિર


ફરિયાદના આધારે ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકીઆરોપી પ્રિન્સ હેમંતકુમાર પ્રસાદની પુછપરછ કરતા તેના દ્વારા જાણવા મળ્યું કે, પોતે ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ બનાવવા સારૂ http://premsingpanel.xyz/ નામની વેબસાઇટનો ઉપયોગ કરતો અને તે વેબસાઇટ ખોલી તેમા પોતાનુ રજિસ્ટર યુઝરનેમ,પાસવર્ડ નાખી વેબસાઇટ ખોલી જેમાં SOMNATH PORTAL ઉપર આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ બીજા પણ બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા માટે એક ખોટા ડોક્યુમેન્ટ દીઠ રૂપિયા ૧૫/- થી લઇ રૂ.૨૫/- અને રૂ.૫૦/- જેવા ચાર્જ ઓનલાઇન ચુકવી બનાવટી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી તેવા બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ બેંકમાંથી પર્સનલ લોન મેળવવા તેમજ સીમકાર્ડ ખરીદવા માટે પણ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસની ટિમ મુખ્ય આરોપીની શોધમાં લાગી પડી હતી. જે દરમિયાન ઇકો સેલની ટિમ દ્વારા યુપીથી સોમનાથ પ્રમોદકુમાર અને પ્રેમવીરસિંગ ઠાકુરને ઝડપી પાડ્યા હતા. 


સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી


આરોપીઓની પુછપરછ અને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે...


- આરોપીઓના વેબસાઇટના ડેટાનું આંકલન કરતા હાલ સુધીમાં આશરે ર લાખ જેટલા ઓળખપત્રો (આધારકાર્ડ,પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,જન્મ,મરણના દાખલા વિગેરે) બનાવેલ હોવાનું સામે આવ્યું છે


- આરોપીના એકસીસ બેન્કમા આશરે રૂ.૧૧ લાખ જેટલા રૂપીયા હોય જે ફ્રીજ કરવામાં આવેલ છે. તેમજ એસ.બી.આઇ બેન્કમા રહેલ રૂ.૧૨ લાખ જેટલા રૂપીયા ફ્રીજ કરાવેલ છે.તેમજ આરોપીની માતા સુનીતાના એસ.બી.આઇ બેંકના ખાતામા રહેલ અંદાજે રૂ.૨ લાખ ફ્રીજ કરવામાં આવેલ છે. આમ કુલ ૨૫ લાખ જેટલી રકમ ફ્રીજ કરવામાં આવેલ છે


ડાકોર રણછોડરાયજી મંદિરમાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન, આટલા વાગ્યે ખુલી જશે નિજ મંદિર


- આરોપી સોમનાથે પોતે કોની પાસેથી PREMSINGHPANEL.XYZ નામની વેબસાઇટ બનાવી હતી, તે બાબતે પુછતા પોતે કોઇ ઇસમ પાસેથી આ વેબસાઇટ રૂ.૨૦૦૦૦/- ચુકવી બનાવેલ હોવાનું કબૂલાત કરી હતી


-આરોપી સોમનાથને બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,જન્મ,મરણના દાખલા કેવી રીતે બનાવે છે? બાબતે પુછતા તેઓ ઓનલાઇન વેબસાઇટ પર પ્રફોર્મામાં એડીટીંગ કરી આધારકાર્ડ,આયુષ્યમાનકાર્ડ,પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,ડ્રાયવિંગ લાયસન્સ, જેવા બનાવટી ડોક્યુમેન્ટો બનાવતો હતો જેના માટે પોતે ભારતભરમાં ફેલાયેલ લોકો પાસેથી રજીસ્ટ્રેશન પેટે રૂ.૧૯૯ જેટલી રકમ પોતાના ખાતામા મેળવતો હતો. રૂ.૧૯૯ નું રીચાર્જ કર્યાં પછી ઉપયોગમાં લેતો હતો.હાલ તો ઇકોસેલ દ્વારા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરી હતી.


ફફડાટ કે સન્માન! રિવાબાને શુભેચ્છા આપવા પૂનમબેન ખાસ ફ્લાઈટથી દિલ્હીથી જામનગર પહોચ્યા