ચેતન પટેલ/સુરત :ઓર્ગન ડોનેશનની નગરી સુરતમા વધુ એક વાર હાથનું દાન કરાયુ છે. 67 વર્ષીય વૃદ્ધના હાથ ડોનેટ કરાયાની બીજી ઘટના બની છે. કિરણ હોસ્પિટલમાં એક વૃદ્ધના ઓર્ગેનનુ દાન કરાયુ છે. 75 મિનિટમાં વૃદ્ધના હાથ કાપીને બંને હાથનુ ટ્રાન્સપ્લાન્ટ કરાયુ હતુ. તો સાથે જ તેમના શરીરના અન્ય પાંચ અંગોનુ પણ દાન કરાયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ ભાવનગરના અને સુરતના વરાછામા રહેતા 67 વર્ષીય કનુભાઈને 18 જાન્યુઆરીના રોજ લકવાનો એટેક આવ્યો હતો. તેઓને બ્રેન હેમરેજને કારણે તેમના મગજમા લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો. તેમને તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જેથી તેમના પરિવારજનોએ મોટો નિર્ણય લીધો હતો. પરિવારજનોએ તેમના અંગોનુ દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી સુરતની ફેમસ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરવામા આવ્યો હતો. 


આ પણ વાંચો : ત્રણ દિવસમાં સિંગતેલમાં 15 નો અને કપાસિયા તેલમાં 35 રૂપિયાનો વધારો ઝીંકાયો


પરિવારની સહમતીથી કનુભાઈના કિડની, લિવર, ચક્ષુ તથા બંને હાથનુ દાન કરાયુ હતું. આમ, આ અંગોથી અન્ય લોકોને નવજીવન મળ્યુ હતું. જોકે, સુરતમાં હાથનુ દાન કરવાની આ બીજી ઘટના હતી. કનુભાઈના હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની મહિલામા કરાયુ હતું. સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિ.મીનું અંતર હવાઈ માર્ગે 75 મીનીટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. આમ, હાથ વગરના વ્યક્તિને નવા હાથ મળ્યા હતા. 


તો બીજી તરફ, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદી ઝાયડસ હોસ્પિટલમાં કરાયુ હતું. દાહોદના રહેવાસી ૩૨ વર્ષીય વ્યક્તિને લિવર મળ્યુ હતું. તેમજ બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 45 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 


કનુભાઈના ઓર્ગન ડોનેશનથી તેમનો પરિવાર પણ ખુશ થયો હતો. પરિવારજનોએ કહ્યુ હતુ કે, અમારા પિતાજી ખુબજ લાગણીશીલ અને સેવાભાવી હતા, તેઓએ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા.