સુરતમાં ફરી `ગ્રીષ્માકાંડ`, જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા, પરિવારજનો મૃક પ્રેક્ષક બન્યા
સુરતના સચિન-તસંગપુરમાં જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો, પરંતુ પ્રેમિકાએ લગ્નનો ઇન્કાર કરતા પ્રેમી હેવાન બન્યો હતો.
ચેતન પટેલ/સુરત: શહેરમાં લૂંટ, ચોરી અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને પ્રેમીએ જાહેરમાં તેની પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર બનાવને લઈને સચિન જીઆઇડીસી પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દિહોર ગામ હિબકે ચડ્યું; એક સાથે 12 અર્થીઓ ઉઠી, હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા શૈલેષ વિશ્વકર્મા મજૂરી કામ કરી પોતાના પરિવારજનો ગુજરાન ચલાવે છે. તેમના જ સંબંધી છેલ્લા 12 વર્ષથી તેમના પાડોશમાં જ રહે છે. સંબંધીની દીકરી નીલુ વિશ્વકર્મા પણ ત્યાં જ રહે છે. શૈલેષ અને નીલુ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ છે. જોકે આ વચ્ચે નીલુના પરિવારજનોએ તેના એંગેજમેન્ટ અન્ય યુવાન સાથે કરવાનો નક્કી કરી દીધું હતું. જેને લઈને શૈલેષમાં રોષ જોવા મળ્યો હતો.
સરકાર મોંઘવારી ભથ્થામાં કરી શકે છે 4 ટકાનો વધારો, સાથે મળશે DA એરિયર
આ મુદ્દાને લઈને આજે શૈલેષ અને નીલુ વચ્ચે ફરીથી ઉગ્ર ઝઘડો થયો હતો, જ્યાં ગુસ્સામાં આવી જઈ શૈલેષે પોતાની પાસેનો તીક્ષ્ણ હથિયાર વડે નીલુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આટલું ઓછું હોય તેમ જાહેરમાં નીલુના માથા ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. આ ઘટના બની ત્યારે ખુદ નીલુના પરિવારજનો મૃક પ્રેક્ષક બની ત્યાં આ ઘટના જોતા રહ્યા હતા. કોઈપણ શખ્સ બચાવવા આગળ આવ્યો ન હતો અને નીલુને બચાવી ન હતી.
સોનું કેમ ગગડી રહ્યું છે? લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો રેટ
આ ઘટના બાદ નીલુનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ સચિન જીઆઇડીસી પોલીસ આવી હતી. જોકે પોલીસ આવે તે પહેલા શૈલેષ ત્યાંથી ભાગી છુટ્યો હતો. પોલીસની એક ટીમ શૈલેષને શોધવા માટે નીકળી પડી હતી, જ્યાં ગણતરીના સમયમાં જ પોલીસે હત્યારા એવા શૈલેષને ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
18 સપ્ટેમ્બરે ખુલશે આ ગુજરાતી કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ 66-70, GMP 35 રૂપિયા