ચેતન પટેલ/સુરત: શહેરમાં ફરી એકવાર તક્ષશિલાકાંડની યાદ તાજી કરાવનારી ઘટના બની છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નાની અમથી ભૂલ આજે ફરી ભારે પડી શકે તેમ હતી. આજે સિંગણપોર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં મોટી આગની દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 20થી વધુ બાળકો ફસાયા હોવાના સમાચાર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ઘટનાની માહિતી મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દિલઘડક રેસ્ક્યૂ કરીને તમામ લોકોનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં બિલ્ડિગમાં લાગેલી આગથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા વળ્યા હતા.



આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે આજે સુરતના ડભોલીમાં એમ સ્કેવર બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના બની હતી. બિલ્ડિંગના બીજા માળે આગની ઘટના બનતા તેમાં 20 બાળકો ફસાયા હતા. જોકે તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ આગની દુર્ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડના અધિકારીઓ, પોલીસ કાફલો સહિત મેયર અને ડેપ્યૂટી મેયર સહિતના લોકો પહોચ્યા હતા.


સુરતમાં આજે બનેલી ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ડિવાઈન સેન્ટર નામના કોમ્પલેક્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો. જેના કારણે ઉપર બાળકોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બે મિનિટ માટે તો સ્થાનિક લોકોને ફરી તક્ષશિલાકાંડની આગના દ્રશ્યો દેખાયા હતા. જોકે ફાયરબ્રિગેડ આવી જતાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને મોટી દુર્ઘટના ટાળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube