સુરતમાં સિટી બસ સીધી હોટલમાં ઘૂસી ગઈ, ડ્રાઈવરને ખેંચ આવતા અકસ્માત સર્જાયો
સરકારી બસના ડ્રાઈવર બેફામ રીતે બસો હાંકે છે તેવા અનેક પુરાવા મળ્યા છે. ત્યારે સુરતમાં વધુ એકવાર સિટી બસચાલકને ખેંચ આવતા ભરચક વિસ્તારની એક હોટલમાં ઘૂસાડી હતી. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સિટી બસ હોટલમાં ધડાકાભેર ઘુસાડી હતી. જેમાં બસમાં સવાર ચાર મુસાફરો ઘાયલ થયા હતા.
ચેતન પટેલ :સરકારી બસના ડ્રાઈવર બેફામ રીતે બસો હાંકે છે તેવા અનેક પુરાવા મળ્યા છે. ત્યારે સુરતમાં વધુ એકવાર સિટી બસચાલકને ખેંચ આવતા ભરચક વિસ્તારની એક હોટલમાં ઘૂસાડી હતી. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સિટી બસ હોટલમાં ધડાકાભેર ઘુસાડી હતી. જેમાં બસમાં સવાર ચાર મુસાફરો ઘાયલ થયા હતા.
સુરતમાં સિટી બસના અકસ્માત હવે સામાન્ય બની ગયા છે. ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમા સિટી બસે વિચિત્ર ઢબે અકસ્માત સર્જયો હતો. આજે સવારે સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં 126 નંબરની સિટી બસ બ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા સિટી બસના ચાલકને અચાનક ખેંચ આવી હતી. આ દરમિયાન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. બસે પહેલા વેગનઆર કારને ટક્કર મારી હતી. જેના બાદ બે બાઈકને અડફેટે લઈને સીધી હોટલમાં ધૂસી હતી.
બસની ટક્કરથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બસમા ચાર મુસાફરો સવાર હતા, જેઓ આગળના ભાગમાં બેસ્યા હતા. જેઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો તથા ડ્રાઈવરને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.