ચેતન પટેલ/સુરત :સુરતના બસ આગ દુર્ઘટનામાં બસમાં આગ લાગવાનું કારણ આખરે સ્પષ્ટ થયુ છે. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલ હતા. પેરાલિક એસિડના કારણે બસમાં આગ લાગી હતી. FSL એ વધુ સેમ્પલ લઈને તપાસ કરી હતી. જેમાં માલૂમ પડ્યુ કે, પેરાલિક-હાઇડ્રોક્લોરિક એસિડ અને સેનેટાઈઝર મિક્સ થતા ધડાકો થયો હતો. આ મામલે રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસની આગમાં મહિલાનુ મોત નિપજ્યુ હતું
હીરાબાગ સર્કલ પાસે GJ04 AT 9963 નંબરની રાજધાની ટ્રાવેલ્સની બસ ઉભી હતી. બસમાં 12 પેસેન્જર બેસાડાયા હતા, તેના બાદ બદ અક્ષરદીપ કોમ્પ્લેક્સ વેડ રોડથી કતારગામ તરફ જઈ રહી હતી. બસમા એસીનુ કમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. જેમાં સવાર ભાવનગરનો રહેવાસી વિશાલ નવલાની (ઉંમર 32 વર્ષ) ચાલુ બસમાઁથી નીચે કૂદી ગયો હતો. તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. પરંતુ તેની પત્ની તાનિયા નવલાની (ઉંમર 30 વર્ષ) બસમાંથી કૂદી શકી ન હતી. આગને કારણે તે આખા શરીરે દાઝી ગઈહતી. જેથી તે આગમા જ મોતને ભેટી હતી. 


આ પણ વાંચો : દેશભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ અહેમદચાચા, 365 દિવસ તિરંગો લહેરાવી આપે છે સલામી


બસમાં પાર્સલ હતા
બસમાં લાગેલી આગનું ખરુ કારણ જાણવા સુરત પોલીસ તપાસ કરી રહી છે. જેના માટે બસના સેમ્પલ એફએસએલની ટીમને મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલો હતા, જેને કારણે આગ લાગી હતી. 


એફએસએલના રિપોર્ટમાં સામે આવ્યું કે, હાઇડ્રોક્લોરિક એસિડની સાથે પેરાલિક એસિડની બાટલીઓ પણ હતી. પેરાલિક એસિડ પુટ્ઠા પર કે કાગળ સાથે જોરથી અથડાય ત્યારે ધુમાળો નીકળે છે અને તેની સાથે અન્ય કેમિકલ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ભળે એટલે આગ લાગવાની સાથે ધડાકો થાય છે. આવુ જ તે સમયે થયુ હતું. પેરાલિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ લીક થઈને એક થયા અને તેના કારણે આગ લાગી હતી.


હાલ એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, એકવાર રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની છે.