ચેતન પટેલ/સુરત: લકઝરી બસમાં આગ લાગવાના મામલે ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં બસમાં આગ કેવી રીતે લાગી તે મુદ્દો હજુ પેચીદો મામલો છે. ત્યારે મૃતક યુવતીના પતિએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. જેમાં રાજધાનીની આ બસમાં ભોગ બનેલી તાન્યા નામની યુવતી મૂળ ભાવનગરની હતી અને તેનું બસમાં સળગી જવાના કારણે મોતને ભેટી હતી. જ્યારે યુવતીનો પતિ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશાલ નામના યુવકે બસમાં આગ લાગવાની ઘટનાનો સંપૂર્ણ ચિતાર વણવ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે બસમાં મોટાભાગે પાર્સલ જ હતા, અને તેમાં સેનેટાઈજરના કેરબા પણ હતા. જેના કારણે બસમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે એસીનું કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી, પરંતુ યુવકનું નિવેદન પ્રમાણે બસ નોન એસી હતી તો એસીનું કમ્પ્રેસર ફાટવાની વાત જ ક્યાં રહી. આ યુગલ હનીમૂન કરી પરત ભાવનગર આવતું હતું એ સમયે સુરત પહોંચેલી બસમાં આ ઘટના બની હતી.



મહત્ત્વનું છે કે હવે બસ નોન એસી હતી તો બસમાં બ્લાસ્ટ શેનો થયો? જેમાં FSL અને પોલીસની તપાસમાં કાચ અને હીરાની સફાઈમાં વપરાતું લિકવિડ મળી આવ્યું છે. સાથે જ સિરમની બોટલો પણ મળી આવી છે. તથા મૃતક તાન્યા અને પતિ વિશાલ જે સીટ ઉપર હતા બરાબર તેની નીચે જ બ્લાસ્ટ થયો હતો. તેથી લકઝરી બસમાં કાચ અને હીરા સાફ કરવાના લિકવિડના કારણે બ્લાસ્ટ થયાની આશંકા પ્રબળ બને છે.


જાણો સમગ્ર ઘટના વિશે?
સુરતમાં તક્ષશીલા આગકાંડ બાદ વધુ એક આગનો ગોઝારો બનાવ બન્યો છે. જેમાં બે જણાના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જોકે, આ ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે લોકોના રુંવાડા ઉભા કરી દે તેવા છે. એક મહિલા બસમાંથી હાથ બહાર કાઢી રહી છે, પરંતુ તે જોતજાતામાં આગમાં ભડથુ થઈ જાય છે. ત્યારે આ ઘટનાની વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સુરતમાં લક્ઝરી બસમાં બ્લાસ્ટ થયા બાદ 58 સેકન્ડમાં જ આગ લાગી હતી. નવદંપતી લગ્ન બાદ હનિમૂનથી પરત ફરી રહ્યું હતું. ત્યારે નવયુવાન પત્ની બસમાં જ ભડથું થઈ ગઈ ગઈ હતી. જ્યારે કે, પતિ હાલ ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


આગ પહેલાના બસના સીસીટીવી સામે આવ્યા છે. માત્ર 30 સેકન્ડમાં બસ આગની જ્વાળામાં લપેટાઈ જાય છે. રોડ પર ચાલુ બસ ઝટકા મારે છે, અને બાદમાં અચાનક બસ બંધ પડે છે. આગ લાગતા એક વ્યક્તિ બસમાંથી ઉતરી જાય છે અને ત્યારે જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થાય છે. બસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનામાં જે મહિલા આગમાં લપેટાયેલી દેખાય છે તે પતિ સાથે હનિમૂન પરથી પરત ફરી રહી હતી. 


સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, હીરાબાગ સર્કલ પાસે GJ04 AT 9963 નંબરની રાજધાની ટ્રાવેલ્સની બસ ઉભી હતી. બસમાં 12 પેસેન્જર બેસાડાયા હતા, તેના બાદ બદ અક્ષરદીપ કોમ્પ્લેક્સ વેડ રોડથી કતારગામ તરફ જઈ રહી હતી. બસમા એસીનુ કમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. જેમાં સવાર ભાવનગરનો રહેવાસી વિશાલ નવલાની (ઉંમર 32 વર્ષ) ચાલુ બસમાઁથી નીચે કૂદી ગયો હતો. તેને મોઢાના ભાગે ઈજા થઈ હતી. પરંતુ તેની પત્ની તાનિયા નવલાની (ઉંમર 30 વર્ષ) બસમાંથી કૂદી શકી ન હતી. આગને કારણે તે આખા શરીરે દાઝી ગઈ હતી. જેથી તે આગમા જ મોતને ભેટી હતી. 



આ દંપતી મૂળ ભાવનગરનું છે. તેઓ લગ્ન બાદ ગોવા હનિમૂન પર ગયા હતા. ગોવાથી નવદંપતી ફ્લાઈટ દ્વારા સુરત આવ્યુ હતુ. જ્યાથી તેઓ બસ દ્વારા ભાવનગર જવા નીકળ્યા હતા. બસમાં તેમણે સીટ નંબર 25 અને 26 બૂક કરાવી હતી. સુરતની હોટલમાં ડિનર લીધા બાદ દંપતી બસમાં ચઢ્યુ હતું. પરંતુ હીરાબાગ સુધી પહોંચતા જ બસ આગની જ્વાળામાં લપેટાઈ હતી. જેમાં તાનિયા નવલાનીનુ મોત થયુ હતું. આગ લાગતા વિશાલ નવલાની તો સમયસર બસમાંથી કૂદી ગયો હતો, પણ તાનિયા બસમાંથી કૂદી શકી ન હતી. જેથી જેના હાથની મહેંદી પણ ઉતરી ન હતી, તે ઘરે પરત ફરતા પહેલા જ મોતને ભેટી હતી. 


બસમાંથી અન્ય મુસાફરો સમયસર નીકળી ગયા હતા, જેથી તેઓનો જીવ બચ્યો હતો. પોલીસે સીપીઆરસી કલમ 174 મુજબ મોતનો ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ શરૂ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બસમાં મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ્સ હતા, જેમાં શોર્ટસર્કિટ થયુ હતુ અને આગ લાગી હતી. જે બસના કોમ્પ્રેસર સુધી પહોંચી હતી, અને કોમ્પ્રેસર ફાટ્યુ હતું. બસમાં ફોમની ગાદી હતી, જેથી આગ વધુ વિકરાટ બની હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube