Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરના રિંગ રોડ ઉપર લેડિઝ સલવાર સૂટનો ધંધો કરતાં વેસુનાં વેપારીને લલનાની લાલચ ભારે પડી હતી. દલાલના કહેવાથી નાનપુરા સ્થિત એક ફ્લેટમાં ગયેલાં આ વેપારીને પોલીસનાં સ્વાંગમાં ધમકાવી પ૦ લાખનો તોડ કરી લેવાયો હતો. છ મહિનામાં જંગી રકમ પડાવી લીધા બાદ પણ વધુ ૨૦ લાખની ખંડણીને લઇ ધમકી આપવામાં આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હની ટ્રેપ કરી તોડ કરતી કુખ્યાત ગેંગનાં બે આરીપને સુરત પોલીસે ઝડપી લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્તે માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં રહેતાં અને રિંગરોડ ઉપર સહરા દરવાજા પાસે લેડિઝ સલવાર સુટની દુકાન ધરાવતાં ૪૮ વર્ષીય અમરભાઇ છ મહિના પહેલાં લાલુ શિવરાજ નામના લલનાઓના એજન્ટના સંપર્કમાં આવ્યો. હતો. નવેમ્બર મહિનામાં તેને આ લાલુએ વોટ્સએપ ઉપર એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને નવી છોકરી છે તેમ કહ્યું હતું. નાનપુરા સંતોક એપા.ના ત્રીજા માળનું સરનામું આપી વોટ્સ એપથી લોકેશન પણ મોકલ્યું હતું. આ વેપારી અહીં પહોંચ્યો અને એક રૂમમાં આ ૨૧ વર્ષીય યુવતી પાસે બેઠો હતો તે સાથે જ દરવાજો ખોલીને ત્રણેક શખ્સો ધસી આવ્યા હતા. 


ગુજરાતમાં પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરનારા ચેતજો, તમારી કરોડોની જમીન કોડીની બની જશે


આ લોકોએ અહીં સેક્સ રેકેટ ચાલતું હોવાનું અને પોલીસ કેસ કરી દેવાની ધમકી આપી આ ટોળકીએ ૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે મામલો અહીંથી પત્યો ન હતો. આ ઘટનાના છ મહિના બાદ ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ અઠવા લાઇન્સ પોલીસ મથકના કોન્સ્ટેબલ અભેસિંહ પરમાર તરીકે આપી હતી અને છ મહિનાના જૂના પ્રકરણમાં સહી લેવાની બાકી હોવાનું જણાવી કાર લઇને આ વેપારીનાં એપાર્ટમેન્ટની બહાર આવીને ઉભા રહ્યા હતા. 


ગુજરાતમાં ચોમાસું વહેલુ આવશે કે મોડું, આવી ગઈ એકદમ સચોટ આગાહી


કારમાં બેસેલી ત્રણેક વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિઓ પોતાનું નામ મકવાણા સાહેબ તરીકે આપી ધમકાવ્યો હતો. યુવતી અને તેના પિતા કેસ કરવાનું કહે છે તેમ કહી બીજાં ૪૦ લાખ પડાવી લીધા હતા. વધુ ૨૦ લાખની માંગણી કરવામાં આવતાં હતા. વેપારીએ મિત્રોની મદદ લીધી હતી અને અઠવા લાઇન્સ પોલીસ મયકે ફરિયાદ નોંધાવી હતી.


ગુનામાં બે આરોપી પિયુષ ઉમેશ વોરા અને નિકુલ પરસોત્તમ સોલંકીને ઝડપી લીધા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ ટોળકી ૨૦૨૦માં પુણા પોલીસ મથકમાં હની ટ્રેપ ગોઠવી લૂંટ કરવાના ગુનામાં ઝડપાઇ ચુકી હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું.


કેનેડામાં પહોંચીને આ રીતે છેતરાય છે ગુજરાતીઓ, ભારતીયો જ ભારતીયોને લૂંટે છે