સુરતમાં વિચિત્ર અકસ્માત, નાનો અમથો ભુવો બન્યો યુવકના મોતનું કારણ
સુરતમાં અજીબોગરીબ અકસ્માત સર્જાયો છે. એક નાનકડો અમથો ભૂવો એક યુવકના મોતનું કારણ બન્યુ છે. કોઈ વિચારી ન શકે તેવો આ અકસ્માત (accident) સર્જાયો હતો. એક નાનકડા ખાડાને કારણે કાર અને બાઈક વચ્ચે એવી જોરદાર ટક્કર સર્જાઈ હતી કે, બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યું હતું.
તેજશ મોદી/સુરત :સુરતમાં અજીબોગરીબ અકસ્માત સર્જાયો છે. એક નાનકડો અમથો ભૂવો એક યુવકના મોતનું કારણ બન્યુ છે. કોઈ વિચારી ન શકે તેવો આ અકસ્માત (accident) સર્જાયો હતો. એક નાનકડા ખાડાને કારણે કાર અને બાઈક વચ્ચે એવી જોરદાર ટક્કર સર્જાઈ હતી કે, બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો. મૂળ અમરેલીના હાથીગઢ ગામનો યુવક મંથન જયસુભભાઈ ધોરીજીયા (ઉંમર 26 વર્ષ) સુદામા ચોકના ક્રિષ્ના ટાઉનશિપમાં રહે છે. આજે કોઈ કારણસર તે પોતાની બાઈક પર મોટા વરાછા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આડેધડ ખોદકામને લઈ મોટા વરાછાનું નાવડી સર્કલ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ રસ્તા પર એક ભુવો પડ્યો હતો. આવામાં મંથન ધોરીજીયાનું બાઈક નાનકડા ખાડામાં અટવાઈ પડ્યું હતું. ત્યારે બાઈકની પાછળ રમરમાટ આવી રહેલી કારની ટક્કર બાઈકને લાગી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, મંથનનું બાઈક 25 ફૂટ સુધી ધસડાયું હતું. મંથન પોતાની બાઈક સાથે 25 ફૂટ સુધી ખેંચાઈ ગયો હતો. જેથી તેની બાઈકમાં અચાનક આગ લાગી ગઈ હતી. તો બીજી તરફ, સ્પીડમાં આવી રહેલી GJ-06-HD-0321 નંબરની કાર પણ અથડાઈને ઊંધી પડી ગઈ હતી.
આ પણ વાંચો : વડોદરા આપઘાત કેસમાં જ્યોતિષીઓના નામ ઉઘાડા પાડનાર ભાવિન સોનીનું પણ મોત, હવે માત્ર વહુ બચી
[[{"fid":"312317","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_accident_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_accident_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_accident_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_accident_zee2.jpg","title":"surat_accident_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
નાનકડા એવા ભુવાએ સર્જેલો આ અકસ્માત એટલો ગંભીર નિવડ્યો હતો કે, મંથનનું મોત નિપજ્યું હતું. કોઈ વિચારી પણ ન શકે તે રીતે મંથનને મોત મળ્યું હતુ. જોકે, મંથનના મોતથી ધોરીજીયા પરિવારમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો છે.
[[{"fid":"312318","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_accident_zee1.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_accident_zee1.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_accident_zee1.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_accident_zee1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_accident_zee1.jpg","title":"surat_accident_zee1.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
ઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને બાઈક સળગીને ખાખ થઈ ગઈ હતી. જોકે, કાર ચાલક કોણ હતું અને ક્યાં જતો રહ્યો તે અંગે કોઈ જાણકારી મળી હતી. તો બીજી તરફ, સુરત મહાનગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાનો રોડ બનાવ્યો હોવાનો આરોપ સ્થાનિકોએ કર્યો છે.