Surat News પ્રશાંત ઢીવરે/સુરત : ગુજરાતભરમા રખડતા ઢોરનો આતંક યથાવત છે. હાઈકોર્ટની લપડાક બાદ પણ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પણ રખડતા ઢોરનો આતંકને કાબૂમાં લાવી શક્તી નથી. સુરતમાં રખડતા ઢોરે 22 વર્ષીય યુવકનો જીવ લીધો છે. બે સગા ભાઈઓ બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઢોર આવી જતા અકસ્માત નડ્યો હતો. ડાયમંડ ફેક્ટરીથી ઘરે પરત ફરતા બે ભાઈઓને રખડતા ઢોરને કારણે અકસ્માત નડ્યો છે. રસ્તામાં ઢોર આવી જતા મોટરસાયકલ પરથી નીચે ભટકાતા નાના ભાઈનું મોત નિપજયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હજી ઓછો થયો નથી. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેનું યોગ્ય પરિણામ આવી રહ્યું નથી. ફરી એકવાર સારોલી વિસ્તારમાં રખડતા ઢોર રસ્તામાં આવી જતા બાઈક ચાલકનું મોત થયું છે. 


સતલાસણા દિવાળીની ખરીદી કરવા ગયેલા ચાર લોકો કાળનો કોળિયો બન્યા, પરિવારમાં માતમ છવાયો


સુરતમાં ડાયમંડમાં કામ કરતા બે રત્નકલાકાર ભાઈઓ કામ પૂર્ણ થઈ ગયા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ઓલપાડ ઓમના ગામના રહેવાસી બંને સગા ભાઈઓ ઇચ્છપોર ખાતેથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સારોલી રોડ ઉપર એકાએક જ રખડતું ઢોર રસ્તા ઉપર આવી ગયું હતું. બાઈક પર સવાર તુષાર નામનો યુવક કંઈ સમજે તે પહેલા જ તેમની ટક્કર ઢોર સાથે થઈ હતી. પરિણામે નીચે પડ્યો હતો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત તુષારને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જેથી સારવાર દરમિયાન તુષારનું મોત થયું હતું. તેમજ એક ભાઈને હાથમાં ફેક્ચર થયું છે.


ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મંચ પરથી ‘પત્ની’ વિશે એવું કંઈક કહ્યું કે બધા હસવા લાગ્યા


બંને ભાઈઓ એક જ ડાયમંડ ફેક્ટરી ની અંદર કામ કરતા હતા. બંને ભાઈઓ કામ પૂર્ણ કરીને પોતાના ઘરે રાબેતા મુજબ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રખડતા ઢોરને કારણે કેટલાય માસુમ લોકોના જીવ આ રીતે જઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ યોગ્ય રીતે અલગ અલગ વિસ્તારોમાં ઝડપથી આ કામગીરી કરવામાં તેઓ નિષ્ફળ થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ પશુપાલકોની પણ ઘણી બેદરકારી સામે આવી રહી છે.


અમદાવાદના પોશ વિસ્તારમાંથી મળી ધડથી માથું અલગ કરાયેલી અર્ધબળેલી લાશ