સુરત: દબંગ પોલીસ જવાનની બર્બરતાનો વીડિયો વાયરલ, યુવકને રોડ પર લાફા-લાકડીથી ફટકાર્યો
સુરત શહેરના ભાઠે વિસ્તારમાં આવેલ શિવ શક્તિ નગરમાં મોડી રાત્રે યુવકો પોતાના ઘર નજીક જ એક રિક્ષામાં બેઠા હતા. પોલીસની પીસીઆર વાહન આવતા યુવકોમાં દોડધામ મચી ગઈ હતી પોલીસ કર્મીએ બે યુવકોને પકડી પડ્યા હતા.
સુરત: ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાનો સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે. ઘટનાને લઈને સોસાયટીના લોકોમાં રોષ રોજ મળી રહ્યો છે. ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ કર્મચારી વિરુદ્ધ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે.
સુરત શહેરના ભાઠે વિસ્તારમાં આવેલ શિવ શક્તિ નગરમાં મોડી રાત્રે યુવકો પોતાના ઘર નજીક જ એક રિક્ષામાં બેઠા હતા. પોલીસની પીસીઆર વાહન આવતા યુવકોમાં દોડધામ મચી ગઈ હતી પોલીસ કર્મીએ બે યુવકોને પકડી પડ્યા હતા. યુવક અને પોલીસ વચ્ચે બોલચાલ થઈ હતી. ત્યાર બાદ યુવકોને પોલિસએ માર માર્યો હતો એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરામાં નજરે પડે છે કે યુવકને રોડ પર જ ઘસેડીને દબંગ પોલીસ જવાન મારી રહ્યો છે. પોલીસે યુવકો પાસેથી 5 હજાર પડાવી લેવાના આક્ષેપ કરાયા છે
ઉધના શિવ શક્તિ નગરમાં રહેતો ભોગ બનનાર ભાવેશ રાણાએ જણાવ્યું હતું કે અમે લોકો રિક્ષામાં બેઠા હતા અને અચાનક પોલીસની વાહન આવી. અમને રિક્ષામાંથી બહાર કાઢતા હતા અમે ગભરાઈને દોડવા લાગ્યા હતા નીચે પડી જતા પોલીસે અમને પકડી પાડ્યા હતા. પોલીસે અમને માર માર્યા હતા પોલીસને અમે છોડી દેવા વિનંતી કરી હતી છે પોલીસે અમને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી હતી.
આ પણ વાંચો:
યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર
કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય
છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!
સાહેબને અમે કીધું હતું કે જે હોય એ લઈ લો અને અમને છોડી દો સાહેબ એ કીધું કે 10 હજાર આપી દો છોડી દઈશ.અમારી પાસે એટલા પૈસા ન હોવાથી ગૂગલ pay કરવાનું જણાવ્યું હતું.પોલીસે ના પાડી હતી.એટીએમ નજીકમાં હોય તો અમે આપવાનું જણાવ્યું હતું પોલીસે એટીએમ પાસે લઈ ગયા અને બહાર ઊભા રહી ગયા હતા.અમે એટીએમ માંથી 5 હજાર રૂપિયા કાઢી પોલીસને આપ્યા હતા
સમગ્ર ઘટનાને લઈને શિવનગર સોસાયટીના રહેવાસીઓમાં ભારે આપણો જોવા મળી રહ્યો છે સોસાયટીની બહાર ટોળું કરી પોલીસ કર્મચારીઓ સામે કડક કરવાની માંગ કરવામાં આવી હતી જ્યારે ભોગ બનનાર યુવકોએ સમગ્ર ઘટના બાબતે યુવકો ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે અને ભવિષ્યમાં આવી ઘટના વિસ્તારમાં ન બને તેવી માંગ કરશે.
આ પણ વાંચો:
ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર
કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત
ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે
સીસીટીવી કેમેરામાં નજરે પડતા નિલેશ ગામીત,પિયુષ ચૌધરી આ બંને પોલીસ કર્મચારી ઉધના પોલીસ મથના હોવાનું સામે આવ્યું છે જોવું રહ્યું કે આ દબંગ પોલીસ કર્મચારી વિરુદ્ધ સુરત શહેર પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે શું...?