સુરત: બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમે અબુ ધાબીથી ધવલ માવાણીની કરી ધરપકડ
બિટકોઈન કૌભાંડનું હબ બનેલા સુરતમાં 12 કરોડો રૂપિયાના બીટકનેક્ટ કેસમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીને વિદેશની ધરતી પરથી ઝડપવામાં સફળતા મળી છે. છેલ્લા એકાદ વર્ષથી બીટકનેક્ટ કેસમાં નાસતો ફરતો ધવલ માવાણી અબુ ધાબીથી ઝડપાયો હતો.
તેજશ મોદી/સુરત: બિટકોઈન કૌભાંડનું હબ બનેલા સુરતમાં 12 કરોડો રૂપિયાના બીટકનેક્ટ કેસમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીને વિદેશની ધરતી પરથી ઝડપવામાં સફળતા મળી છે. છેલ્લા એકાદ વર્ષથી બીટકનેક્ટ કેસમાં નાસતો ફરતો ધવલ માવાણી અબુ ધાબીથી ઝડપાયો હતો.
ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ પબ્લિશ કરાયેલી જેના આધારે ધવલને દિલ્હી એરપોર્ટ પર ડિપાર્ટ કરી મોકલી દેવાયેલો. દિલ્હી એરપોર્ટ પર સાત વાગ્યે આવતા ઈમીગ્રેશનના સંકલનમાં ધવલની ધરપકડ કરવામાં આવી છે. દિવ્યેશ દરજી અને સતીષ કુંભાણી સાથે મળી ધવલ બિટ કનેક્ટ નામથી કંપની શરૂ કરી હતી, જેમાં લોકો પાસેથી 12 કરોડ રૂપિયા લીધા બાદ કંપની બંધ કરી તમામ લોકો ફરાર થઈ ગયા હતાં.
સુરત: માત્ર 350 રૂપિયાના ઝઘડામાં સમજાવા ગયેલા યુવકની ચપ્પુ મારી કરી હત્યા
આ કૌભાંડ આમ તો 5000 કરોડથી વધુનું કહેવાય છે. અગાઉ દિવ્યેશ અને સતીષની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે ધવલ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે લૂકઆઉટ નોટીસ જાહેર કરી હતી, તો ઇન્ટરપોલે પણ રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરી હતી. દરમિયાન ધવલ માવાણી અબુધાબીથી ઇન્ટરપોલના હાથે ઝડપાયો હતો, તેને દિલ્હી ડિપોર્ટ કરી સીઆઈડી ક્રાઇમ ગુજરાતને સોંપવમાં આવ્યો હતો.
પવિત્ર શ્રાવણ માસના ‘ઉપવાસ કરવા થશે મોંઘા’, શાકભાજી બાદ ફ્રુટના ભાવ આસમાને
ધવલ બિટકનેક્ટ કંપનીમાં વેબસાઈટનો ડેવલપર તથા સપોર્ટ સિસ્ટમનું કામ કાજ સંભાળતો હતો. કંપની દ્વારા બીટકનેક્ટ, બીટકનેકશનકોઈન અને બીટકનેક્ટએકસ નામની વેબસાઈટનું ડેવલપિંગ ધવલે કર્યુ હતું.
જુઓ LIVE TV :