સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને પત્નીનો રિપોર્ટ પોઝિટિવ
શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની જયશ્રીબેન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વધારે 258 કેસ સાથે કોરોના પોઝિટિવની સંખ્યા 14420 થઇ છે. જેમાં જિલ્લાનાં 2823 અને શહેરનાં 11597 કેસ થયા છે. ઉપરાંત 11 લોકોનાં મોત પણ નિપજ્યાં છે.
સુરત : શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની જયશ્રીબેન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વધારે 258 કેસ સાથે કોરોના પોઝિટિવની સંખ્યા 14420 થઇ છે. જેમાં જિલ્લાનાં 2823 અને શહેરનાં 11597 કેસ થયા છે. ઉપરાંત 11 લોકોનાં મોત પણ નિપજ્યાં છે.
સૌની યોજનાની પાઇપમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વેડફાટ
જેમાં શહેરનાં 510 અને જિલ્લામાં 122 થયા છે. આજે શહેરમાથી 151 અને જિલ્લામાંથી 76 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધી કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 10 હજારને પાર થઇને 10060 થઇ છે. જેમાં જિલ્લાનાં 2023નો સમાવેશ થાય છે.
સૌની યોજનાની પાઇપમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વેડફાટ
મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મોડેલ અનુસાર સુપર સ્પ્રેડરની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ક્વોરન્ટીન કરવાની સાથે આરોગ્ય લક્ષી પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આઇસોલેશનમાં ખસેડાયેલા કુલ 9833 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. મનપા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને પણ ક્વોરન્ટાઇન કરવાન કામગીરી ચાલી રહી છે. જેમાં 31 હજારથી વધારે લોકોને ક્વોરન્ટીન છે. જે પૈકી 5 લોકો સરકારી ફેસિલિટીમાં ખસેડવામાં આવેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube