દર્દીનો જીવ બચાવવા મદદે આવી સુરત સિવિલ હોસ્પિટલ, આપ્યું 1 કરોડનું ઇન્જેક્શન
Rare Case Of Hemophilia : સુરતમાં એક યુવકનો અકસ્માત થયો, જેના બાદ તે હિમોફીલિયાનો શિકાર થયો હતો. સિવિલમાં તબીબોએ 1 કરોડના ઇન્જેક્શન આપી સફળ સર્જરી કરી નવજીવન બક્ષ્યું
Surat News : રેરેસ્ટ ઓફ ધ રેર બીમારીથી પીડાતા એક દર્દીના મદદે સુરતની સિવિલ હોસ્પિટલ આવી છે. હિમોફીલિયાથી પીડિત દર્દીનો સુરતની સિવિલ હોસ્પિટલે 1 કરોડનું ઈન્જેક્શન આપીને જીવ બચાવ્યો છે. આમ, સુરતમાં હિમોફીલિયાના રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં સુરતના સિવિલના તબીબોએ દર્દીને સ્વસ્થ બનાવ્યો છે.
સિવિલ હોસ્પિટલના હાડક વિભાગના ડો.નાગેશ દેસાઈએ જણાવ્યું કે, ગત 1 ફેબ્રુઆરીના રોજ સુરતના 32 વર્ષીય હિંમતભાઈ માંગુકિયાનો અકસ્માત થયો હતો. જેમાં તેમના હાથમાં ફ્રેક્ચર થયુંહ તું. અકસ્માત બાદ તેમના હાથમાંથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. નિદાનમાં સામે આવ્યું કે તેઓ હિમોફીલિયાના રેર સ્ટેજથી પીડાય છે. રક્ત સ્ત્રાવને કારણે તેમનું લોહી હાથના આગળના ભાગમાં ઓછું પહોંચતુ હતું. તેમની સારવાર માટે નોવા ફેક્ટર 7 ના 122 વાઈલ્સ (શીશી) અને ફિબાના 176 ડોઝનો ખર્ચ 1 કરોડ જેટલો થતો હતો. ત્યારે રાજ્ય સરકારના 1 કરોડની નિશુલ્ક સારવાર દર્દી માટે વરદાનરૂપ બની હતી.
કોંગ્રેસના નામ લગભગ ફાઈનલ, પરંતું આ બેઠકો પર ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું
આમ, સુરત સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી હિંમતભાઈનો જીવ બચ્યો છે. હિંમતભાઈ કહે છે કે, સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને કારણે હું એક મહિના બાદ સ્વસ્થ થઈને મારા ઘરે જઈ રહ્યો છું.
હિમોફીલિયા બી શું છે?
ચાલીસ હજાર લોકોમાંથી લગભગ એક વ્યક્તિ ‘હિમોફીલિયા બી’ રોગથી પીડાય છે. તે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. હિમોફિલિયા A અને B એમ બે પ્રકારના હોય છે. આ રોગ જિનેટિક કોડમાં ગરબડને કારણે થાય છે. ફેક્ટર 9 નામનું પ્રોટીન, જે લોહીના ગંઠાઈ જવા માટે જરૂરી છે, તે બીમાર વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થતું નથી. આને કારણે, જીવલેણ રક્તસ્રાવનું જોખમ રહેલું છે. પરિબળ 9 જે રક્ત પ્લાઝ્મામાં હાજર છે. દર્દીઓને ઘણા અઠવાડિયા સુધી ફેક્ટર 9 ના ઇન્જેક્શન લેવા પડે છે. હેમજેનિક્સના ઉત્પાદનમાં પ્રયોગશાળા દ્વારા બનાવેલા વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક જીન હોય છે જે પરિબળ 9 ઉત્પન્ન કરે છે. આને કારણે, ફેક્ટર 9 પ્રોટીન ઝડપથી ઉત્પન્ન થાય છે અને ઘા ઝડપથી સુકાઈ જાય છે. હેમજેનિક્સ માત્ર એક જ વાર લેવી જોઈએ.
રાજકારણના સૌથી મોટા સમાચાર : પ્રિયંકા ગાંધી ગુજરાતની આ બેઠક પરથી લડી શકે છે લોકસભા
વિશ્વની સૌથી મોંઘી દવા
હિમોફીલિયાના દવા વિશ્વની સૌથી મોંઘી દવા ગણાય છે. આ દુર્લભ રોગ માટે હેમજેનિક્સ દવા અપાય છે. તેના એક ડોઝની કિંમત 35 લાખ ડોલર એટલે કે 29,13,73,250 રૂપિયા (29 કરોડથી વધુ) છે. વિશ્વની આ સૌથી મોંઘી દવા અમેરિકન કંપની યુનિક્યોર દ્વારા બનાવવામાં આવી છે અને તેના વિતરણ અધિકાર CSL બેહરિંગ પાસે છે. હેમજેનિક્સ એક જીન થેરાપી છે અને કંપનીનો દાવો છે કે, તેને માત્ર એક જ વાર લેવાથી હિમોફીલિયા બી મટાડી શકાય છે.
રિવાબાએ ગળે લાગીને પૂનમ માડમને શું કહ્યું, આ તસવીરોએ જામનગરના રાજકારણમાં ચર્ચા જગાવી