તેજશ મોદી/સુરત: સુરતમાં GSTનો વર્ગ ત્રણનો કર્મચારી લાંચ લેતા સુરત ACBના છટકામાં ભેરવાય ગયો હતો. ફરિયાદી પાસે ધંધાના ડિપોઝીટ પેટેના 45000 રૂપિયા પરત કરવા માટે GST અધિકારીએ રૂપિયા 2500ની લાંચ માંગી હતી. ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ છટકું ગોઠવી અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં એક યુવાને ચાર વર્ષ અગાઉ તેના મિત્ર સાથે કુડલી ઇમ્પેક્ષ કંપનીના નામે ધંધો શરૂ કરવા વેચાણવેરા ભવન ખાતે ફોર્મ ભરી ટીન નંબર મેળવ્યો હતો. પરંતુ તેણે ધંધો શરૂ કર્યો ન હતો અને ડિપોઝીટ પેટે રૂપિયા 45 હજાર ભર્યા હોય તેને પરત મેળવવા અરજી કરી હતી. અરજીની કાર્યવાહી કરી ડિપોઝીટની રકમ પરત કરવા માટે નાનપુરા વેચાણવેરા ભવન સ્થિત ગુડ્સ એન્ડ સવસ ટેક્સના જુનિયર ક્લાર્ક મુકેશકુમાર રમણલાલ પંડયાએ યુવાન પાસેથી રૂપિયા 2500ની લાંચની માગણી કરી હતી. લાંચ આપવા નહીં માંગતા યુવાને આ અંગે ACBના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. 


સુરત: શોર્ટકટ રસ્તાના ચક્કરમાં જીવ જોખમમાં રાખી રેલવેની દિવાલ ચડતી મહિલા


યુવાનની ફરિયાદના આધારે સુરત ACBએ છટકું ગોઠવ્યું હતું. મુકેશકુમાર પંડયાને કતારગામ વેડ રોડ નાની બહુચરાજી મંદિરની સામે ગાયત્રી ફેશન એન્ડ બેલ્ટ નામની દુકાનની પાસેથી જાહેર રોડ ઉપર લાંચની રકમ રૂપિયા 2500 સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા. જોકે સુરત ACB દ્વારા મુકેશની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. અને રિમાન્ડ મેળવવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.


જુઓ LIVE TV :