SURAT હજીરા અદાણી પોર્ટ પરથી કોલસાની સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું
સુરત (Surat) હજીરા અદાણી પોર્ટ (Adani port) પરથી કોલસો ભરી ઝઘડિયાની UPL કંપનીમાં ડિલિવરી કરવાને બદલે બારોબાર વેચી 5 લાખ રૂપિયાની રોકડી કરી લેનાર કિરણ ટ્રાન્સપોર્ટના માલિક સહિત બે ડ્રાઈવરો સામે હજીરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત: સુરત (Surat) હજીરા અદાણી પોર્ટ (Adani port) પરથી કોલસો ભરી ઝઘડિયાની UPL કંપનીમાં ડિલિવરી કરવાને બદલે બારોબાર વેચી 5 લાખ રૂપિયાની રોકડી કરી લેનાર કિરણ ટ્રાન્સપોર્ટના માલિક સહિત બે ડ્રાઈવરો સામે હજીરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. UPL કંપનીને વેસ્ટ મટિરીયલ સપ્લાય કરાતા આખુ ષડયંત્ર બહાર આવ્યું હોવાનું કહી શકાય છે.
સુરત (Surat) ના હજીરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મોટી મોટી કંપનીઓ આવવાની છે. જ્યાં ઓઇલ કોલસા અને બીજી મોટી કિંમતી સામગ્રીઓની આપલે થતી હોય છે તેવામાં સુરતના હિરજમાં રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 63 ટન કોલસા (Coal) ની સગેવગે પ્રકરણમાં સામે આવ્યું હતું. આ પ્રકરણમાં બીજા અનેકની સંડોવણી હોવાનું ફરિયાદી કહ્યું છે.હકીકત એ છે કે 3 ઓક્ટોબરના રોજ અદાણી પોર્ટ પરથી ઝઘડિયાની UPL કંપનીમાં બે ટ્રક કોલસો ડિલિવરી સપ્લાય કરવાનું કામ મળ્યું હતું.
આ કામ કિરણ ટ્રાન્સપોર્ટના માલિક જીતુભાઇ પટેલને આપ્યું હતું. 3 ઓક્ટોબરના રોજ ટ્રક (ડમ્પર) (GJ-21-W-4466) અને (GJ-21-W-5566) પોર્ટ પરથી લગભગ 63 ટન કોલસો ભરી ઝઘડિયા જવા નીકળી હતી. જોકે 6 ઓક્ટોબરના રોજ બપોરે અદાણી પોર્ટના અધિકારીએ ફોન કરી જાણ કરી કે કોલસો ભરેલા કાર્ગો બદલાય ગયા છે.
Mundra Adani Port દ્વારા બિઝનેસ એડવાઇઝરી જાહેર, આ 3 દેશના જહાજ પર પાબંધી
જ્યારે આબાબતે તાત્કાલિક GPRS લોકેશન આપો, જેથી જીતુભાઇને ફોન કરી લોકેશન માગ્યું તો આ સુવિધા ટ્રકમાં ન હોવાનું જણાવ્યું હતું પણ જીતુભાઇના ઉડાવ જવાબથી આશંકા ગઈ હતી એટલે એના ડ્રાઇવર સંજય શાહુને પકડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બન્ને ટ્રક કોલસો બીજે ડિલિવરી કરી બીજેથી વેસ્ટ ભરી UPL કંપનીમાં સપ્લાય કરાયો હતો.
ડ્રાઇવરના ખુલાસા બાદ તાત્કાલિક હજીરા પોલીસ સ્ટેશન (Police Station) માં ફરિયાદ નોંધાવતા જીતુભાઈ અને એનો એક ડ્રાઇવર રાજેશ શાહુ ભાગી ગયા હતાં જ્યારે સંજય નામનો ડ્રાઇવર હાલ પોલીસ કસ્ટડીમાં છે. હજીરા પોલીસે જણાવ્યું હતું કે, રૂપિયા 5,01,835ની કિંમતનો ગુણવતાવાળો 63.48 મેટ્રિક ટન કોલસો સગેવગે કરવાના પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube