• આખરે હાર્દિક પટેલનું આ મૌન શું સૂચવે છે. સમગ્ર મામલામાં હાર્દિક ક્યારેય પિક્ચરમાં આવશે

  • પાસ મંગળવાર સુધીમાં નવા જૂની કરશે તેવું દેખાઈ રહ્યું છે

  • ગઈ કાલે રાત્રે મળેલી બેઠકમાં કોંગ્રેસના 12 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચવાની તૈયારી બતાવી


ઝી મીડિયા/બ્યૂરો :સુરત શહેર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એલાન-એ-જંગનું એપીસેન્ટર બની ચૂક્યું છે. કોંગ્રેસ સામે પાસની યુવા નેતાગીરીએ બંડ પોકારતાં આ મામલો (congress vs patidar) આન-બાન અને શાનનો બની ગયો છે. ન તો પાસના પાટીદાર (patidar) યુવાઓ ઝૂકવા તૈયાર છે, કે ના તો સામે પક્ષે કોંગ્રેસ ઝૂકવા તૈયાર છે. પરંતું આ મામલામાં હાર્દિક પટેલ (Hardik Patel) સંપૂર્ણ રીતે મૌન છે. પરંતુ પાસ મંગળવાર સુધીમાં નવા જૂની કરશે તેવું દેખાઈ રહ્યું છે. ગઈ કાલે રાત્રે મળેલી બેઠકમાં કોંગ્રેસના 12 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચવાની તૈયારી બતાવી છે. જો કે ફોર્મ પરત ખેંચવા અંગે ફરી મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો :  કોણ છે આ સુરેન્દ્ર કાકા, જેમને મહિલાએ ફોન પર કહ્યું, ‘હું કંઈ પથારી ગરમ કરવાવાળી નથી...’


જો કે અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કહ્યું છે કે અમે તમામ લોકોને મળીને યોગ્ય નિર્ણય કરીશું. અમારી સાથે છે તે ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે. કોણ કોણ ફોર્મ પરત ખેંચે છે તે જોઈને સાથે મળી નિર્ણય કરીશું. સમર્થન કોને આપવું તે અંગે વિચારણા કરવામાં આવશે. 


મહત્વનું છે વિજય પાનસુરિયાને કોંગ્રેસ (congress) ટિકિટ ન આપતા પાસમાં રોષ જોવા મળ્યો હતો. વિજય પાનસુરિયાની ટિકિટ કપાતા પાસના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે જે લોકોએ ફોર્મ ભર્યા તે પણ પાછા ખેંચશે તેવા એંધાણ દેખાય છે. જેથી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. 9 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જેથી બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે કે પાસ કોની સાથે છે અને કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે.


આ પણ વાંચો :  ઉત્તરાખંડ ગ્લેશિયર તબાહી : મૈસૂરી ટ્રેકિંગમાં ગયેલા રાજકોટના પ્રવાસીઓ સંપર્ક વિહોણા



આમ, સુરત મનપાની ચૂંટણીમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે કોંકડું વધુ ગૂંચવાયું છે. મોડી રાત્રે પાસની બેઠક મળી હતી, જેમાં 12 જેટલા કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ખેંચવા તૈયાર થયા હતા. તો અલ્પશ કથીરિયાએ પણ કહ્યું કે, બે દિવસમાં ફોર્મ પરત ખેંચીશું. 


આ પણ વાંચો :  ‘ટેકવોન્ડો ગર્લ’ હવે રાજનીતિની પીચ પર રમશે, વિભૂતિ પરમાર ભાજપમાંથી ચૂંટણી લડશે 


તો સમગ્ર મામલામાં હાર્દિકનું નામ વારંવાર આવ્યું છે. કોંગ્રેસના નેતાઓને અલ્પેશ કથીરિયાએ ખુલ્લો પડકાર આપ્યો છે કે, કોંગ્રેસના નેતા સુરત આવીને બતાવે. સુરતના નેતાઓનો કોંગ્રેસમાં વિરોધ કરાશે. કોંગ્રેસના બે ફાડિયા પડશે. હાર્દિકને અમે એકલો નથી છોડ્યો. હાર્દિકને ક્યારેય અકલો નહીં છોડીએ. તો શું અલ્પેશ કથીરિયાના શબ્દો એ બતાવે છે કે, કોંગ્રેસ પ્રદેશ મોવડીને હાર્દિક પટેલ સાથે વાંકુ પડ્યું છે કે શું. આખરે હાર્દિક પટેલનું આ મૌન શું સૂચવે છે. સમગ્ર મામલામાં હાર્દિક ક્યારેય પિક્ચરમાં આવશે.