ચેતન પટેલ/સુરત: હજીરા વિસ્તારની રાષ્ટ્રીયકૃત કંપનીમાં ફરજ બજાવતા સીઆઇએસએફના કોન્સ્ટેબલની પત્નીને બે સંતાન અને પતિને મારી નાખવાની ધમકી આપી જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા બાદ પુનઃ દુષ્કર્મનો પ્રયાસ કરનાર પડોશમાં રહેતા કોન્સ્ટેબલના સાથી કર્મી એવા સીઆઇએસએફના સ્વીપર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ


સીઆઇએસએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જવાનની પત્ની તથા બે સંતાન સાથે વેસુ વિસ્તારની કોલોનીમાં રહે છે. બે મહિના અગાઉ cisf માં સ્વીપર તરીકે ફરજ બજાવતા હમ વતની સુનિલકુમાર વેદ પ્રકાશ (ઉંમર વર્ષ 32) મૂળ રહે બબેદ પાણીપત હરિયાણાનો પણ હજીરાની રાષ્ટ્રીયકૃત કંપનીમાં પોસ્ટિંગ થતા પડોશમાં રહેવા આવ્યો હતો. સુનિલનો પરિવાર વતનમાં હોવાથી કોન્સ્ટેબલના ઘરે જમતો હતો. 


આગામી 5 દિવસ આ વિસ્તારોમા પડશે ભારેથી અતિભારે વરસાદ! વાવાઝોડાને લઈને અંબાલાલની આગાહી


દરમિયાનમાં સુનિલે કોન્સ્ટેબલના પત્નીને ઉશ્કેરતા કહ્યું કે, તારો પતિ સવારે મોર્નિંગ વોકમાં જાય ત્યારે મહિલા અને યુવતીઓને જુએ છે. કોઈક સાથે તેને પ્રેમ સંબંધ પણ છે. જે અંતર્ગત 24 મેના રોજ જવાન જ્યારે સવા પાંચ વાગ્યે નોકરી પર જવા નીકળ્યો. ત્યારબાદ 15 મિનિટ પછી સુનિલ અચાનક ઘરમાં ઘૂસી ગયો અને નિંદ્રાધિન બે સંતાનની હાજરીમાં કોન્સ્ટેબલની પત્ની સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. ડરી ગયેલી કોન્સ્ટેબલની પત્નીએ મોં સીવી લીધું હતું. 


હાથમાં દારૂનો ગ્લાસ લઈને ગુજરાત યુનિવર્સિટીમાં જામી દારૂની મહેફિલ, વીડિયો વાયરલ


જોકે ગત રાતે કોન્સ્ટેબલ નાઈટ શિફ્ટમાં ગયો હતો. તેની પત્ની તથા બે સંતાન અને નણંદ સાથે સુતી હતી. ત્યારે સુનિલ અચાનક સવારે 5:00 વાગ્યાના અરસામાં ઘરમાં ઘૂસી ગયો. જબરદસ્તી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોન્સ્ટેબલની પત્ની ઇન્કાર કરતા તેને મોઢા તથા કમરના ભાગે ઢીકા મૂકીનો માર મારી સુનિલ નાસી ગયો હતો. નાઈટશિફ્ટમાંથી પતિ જ્યારે પરત આવ્યા, ત્યારે હમવતની એવા સુનીલને કરતુંથ અંગે જાણ થતા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી સુનિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સુનીલ પણ પરણીથ છે અને એક સંતાનનો પિતા છે.


શક્તિસિંહ ગોહિલની મહેનતનું 9 મહિના બાદ આવશે રિઝલ્ટ: BJP ક્લિનસ્વીપ કરશે કે 'શક્તિ'..