ઝી બ્યૂરો, સુરતઃ ગુજરાતમાં હજુ ધીરે ધીરા સ્થિતિ સામાન્ય થઈ રહી હતી. એ દરમ્યાન ફરી એકવાર સુરત શહેરમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. સુરતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ વધતા મહાનગર પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત તંત્ર દ્વારા સુરતની ઢગલાં બંધ સોસાયટીઓને કોરોના કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકી દીધી છે. આ વિસ્તારમાં નિગરાની માટે પોલીસની ટીમ પણ મુકવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાના કેસ વધે નહીં તે આશયથી આ વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન નહીં કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, સરકારે આ વર્ષે કેટલીક મર્યાદાઓ અને કોરોનાના નિયમોના પાલન સાથે શેરી ગરબાની મંજૂરી આપી છે. જોકે, જે વિસ્તારોમાં કેસ જોવા મળશે તેમને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકીને ત્યાં ગરબાનું કોઈ પણ પ્રકારનું આયોજન નહીં કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની શરૂઆત જયાંથી થઈ હતી તે રાંદેર અને અઠવા ઝોનમાં ફરીથી કોરોનાના કેસ વધતા પાલિકાની અગમચેતી. કન્ટેઈનમેન્ટમાં ન મૂકાઈ હોય તેવી સોસાયટીઓમાં પણ કેસ વધશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની  સુરત મહાનગર પાલિકાએચિમકી આપી છે. રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોય તેવી ક્લસ્ટર જાહેર સોસાયટીઓને નવરાત્રિ નહીં યોજવા અને ક્લસ્ટર આસપાસની અને એકાદ કેસ નોંધાયો હોય તેવી સોસાયટી-એપાર્ટમેન્ટોના પ્રમુખ, આયોજકોને કોવિડ ગાઇડનું પાલન કરી નવરાત્રિ ઉજવવી પરંતુ જો કેસ નોંધાશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે એમ પાલિકાએ જુદી જુદી બે નોટિસ ફટકારી છે.


શહેરમાં જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ અને પ્રથમ રેડ ઝોન જાહેર થયો એ રાંદેર બાદ અઠવા ઝોન વિસ્તારમાં કોરોના સતત વકરી રહ્યો છે. પોઝિટિવ દર્દીઓમાં ધાર્મિક તહેવારની યાત્રાની હિસ્ટ્રી જ આવી રહી છે. ત્યારે સતત વધતા કેસ જોતાં મહાપાલિકાએ રાંદેરના 30 અને અઠવા ઝોનના 41 ક્લસ્ટર એરિયામાં નવરાત્રિ નહીં યોજવા નોટીસ ફટકારી છે. એટલું જ નહીં બીજા છુટા કેસ નોંધાયા હોય અને આસપાસનાં વિસ્તારોમાં એપાર્ટમેન્ટ-સોસાયટીઓને તમામ પ્રિકોશન જાળવી નવરાત્રિ ઉજવવાની રહેશે. જો પોઝિટિવ કેસ નોંધાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની બે નોટિસ ફટકારાય છે.


પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે. પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ આવશે તો ‘એપીડેમીક ડીસીઝ એકટ’ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


રાંદેર- અડાજણની કન્ટેઇનમેન્ટ સોસાયટીઓ:


સુમેરુ સિલ્વર લીફ,ગૌરવ માર્ગ
ગ્રીન પાર્ક સોસાયટી, અડાજણ
પાવિત્ર રો હાઉસ, હની પાર્ક રોડ
ભુલાભાઈ પાર્ક, અડાજણ
વેસ્ટર્ન શત્રુંજય, પાલ
વાડિયા નગર સોસાયટી, અડાજણ
મહેરનગર સોસાયટી, અડાજણ
પાયરામીડ ટાઉનશીપ, ઉગત
સરસ્વતી નગર સોસા., રામનગર
વિવેકાનંદ ટાઉનશિપ, પાલનપોર
રાજહંસ વિંગ, પોલનપોર
શાશવત રેસિડેન્સી, LP સવાણી રોડ
કલ્પના સોસાયટી, અડાજણ પટિયા,
નક્ષત્ર હાઇટ્સ, હની પાર્ક રોડ
ભક્તિ વિહાર સોસા., હની પાર્ક રોડ
રાંદેર પોલિસ લાઇન, રાંદેર.
દિનદયાળ સોસા. બંગલો, પાલનપોર
શ્રીપદ એન્ટિલીયા, પાલ
શ્રીજી નગરી સોસાયટી, ઉગત

અઠવા ઝોનની કન્ટેઇનમેન્ટ સોસાયટીઓ:


સુમેરુ માઈલ સ્ટોન, વેસુ
સ્વપ્નીલ દર્શન રો — હાઉસ, પીપલોદ
સોમનાથ સોસાયટી, ભટાર
રવિ તેજ એપાર્ટ., ઈન્દોર સ્ટેડિયમ
રાજ લક્ષ્મી બંગ્લોઝબો, ૫નાસ ગામ
મેઘા ટાવર –૨, ઘોદ દોડ રોડ
હેરીટેજ એપાર્ટમેન્ટ, સીટી લાઈટ
કેશવ પાર્ક, ઉમરા
એસ.કે પાર્ક, ઉમરા
ઘનશ્યામ બંગ્લોઝ, પીપલોદ
ક્રિશ એન્કલેવ, સીટી લાઈટ
પાશ્રદીપ એપાર્ટ. વૈભવ એપાર્ટ., પાસે
આદર્શ સોસાયટી, અઠવાલાઈન્સ
SMCઆવાસ, ચાઈનાગેટ પાસે
રોયલ પેરેડાઈસ, વેસુ
આગમ બંગ્લોઝ, અઠવાલાઈન્સ
આવિસ્કાર રેસિડેન્સી, પીપલોદ
ક્રિમશન પેલેસ, અઠવાલાઈન્સ
મેઘમયુર, શિવાંજલી એપા., અઠવાલાઈન્સ
સોમ્યા એપાર્ટમેન્ટ, ઉમરાગામ
મસ્કતી પ્લોટ-2, પાર્લે પોઈન્ટ
નેહરૂ નગર, ઉમરા
શાલિની એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ
ભાટિયા ફાર્મ, ડુમસ રોડ
ગોપાલ વિલા, ભટાર
તીરૂમાલા સોસાયટી, પીપલોદ
તડકેશ્વર સોસ., આઝાદનગર રોડ
મેઘ મલ્હાર, ભટાર ચાર રસ્તા
શિવાલય એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ
શુકન રેસી, વેસુ
સોહમ રેસી, અલથાણ
ત્રીમુર્તી એપાર્ટમેન્ટ, સીટી લાઈટ
સ્નેહાંજલી લુઝ, અઠવાઈન્સ
ઓમ ટેરે, ન્યુ સીટીલાઇટ
નર્મદ નગર, અઠવાલાઈન્સ
તીરૂપતી નગર, પીપલોદ
પટેલ ફળિયુ, ભરથાણાં ગામ
૨ાજ લક્ષ્મી બંગ્લોઝ, ૫નાસ ગામ
કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ નવરાત્રિ આવી રહી હોવાથી શહેરની સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં પણ તડામાર તૈયારી આરંભી છે પણ પાલિકાની નોટિસને પગલે રાંદેર-અઠવાની 68 સોસાયટી નવરાત્રિ ઉજવી શકશે નહીં.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?


DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube