ચેતન પટેલ/સુરત: દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસને લઈને સમગ્ર વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. ભારતમાં તેની તકેદારીના ભાગરૂપે સરકારે એલર્ટ આપી દીધું છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કેન્દ્રની સૂચના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. છેલ્લા 15 દિવસમાં આફ્રિકાથી આવેલા 9 સહિત 351 લોકોને ઓમિક્રોનને લઇને ઘરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં 78ના RTPCR નેગેટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 273ના રિપોર્ટ પેન્ડિંગ છે. વિદેશથી આવેલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવે તેના સેમ્પલના જિનોમ સિકવન્સિંગ કરવાનો નિર્ણય કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને પગલે સુરત મનપા અલર્ટ થઈ ગયું છે. જેના અનુસંધાને આફ્રિકાથી આવેલા 9 સહિત 351 લોકોને તેમના ઘરમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. 351માંથી 78 લોકોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, અને 273 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ કરાશે. તમને જણાવી દઈએ કે રવિવારે સુરત એરપોર્ટ​​​​​​​ પર 391 લોકોના RT-PCR કરાયા છે, તેમાંથી 391માંથી 298ના રિપોર્ટ નેગેટિવ અને 93ના પેન્ડિંગ છે.


અત્રે નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસના કારણે છેલ્લા 15 દિવસમાં યુ.કે સહિત 13 દેશમાંથી સુરતમાં આવેલા યાત્રીની સંખ્યા વધીને 351 થઈ છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે ઓમિક્રોન વેરિયન્ટને લઇ RTPCR ટેસ્ટ વધારવા સૂચનો કર્યા છે. જે અંતર્ગત પાલિકાએ વિદેશ કે રાજ્યમાંથી આવ્યા હોય અથવા કોરોના પોઝિટીવ હોય તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ રીપોર્ટીંગ ફોર્મ ભરવા અપીલ કરી છે. પાલિકાની વેબસાઇટ ઉપરથી લોકો નોવેલ કોરોના સેલ્ફ રીપોર્ટીંગ ફોર્મ ભરી શકાય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાંથી ગુજરાત આવનાર તમામ લોકોના આરટીપીસીઆર ફરજિયાત કરાયા છે. હાલમાં કેસ ખૂબ જ ઝડપથી આવે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે, તેમજ વિદેશ જનારાની વિગતો એકત્ર કરાઇ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube