તેજશ મોદી/સુરત :કોઈપણ યુવક યુવતીનુ સપનું  હોય છે કે જ્યારે પણ તેના લગ્ન થાય ત્યારે કોઈ પણ કચાશ રહી ન જાય. યુવક એક રાજાની માફક ઘોડા પર બેસીને રાણી જેવી તૈયાર થયેલી યુવતીને લેવા આવે. સુંદર સજાવટ કરેલા મંડપમાં તેઓ સાત ફેરા લે. સાથે બેન્ડબાજા વાગતા હોય અને જાનૈયાઓ માટે એકથી એક વેરાયટીવાળું ભોજન પિરસતા હોય. એટલે કે લાખો અને કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરવામાં આવતા હોય છે. પરંતુ સુરતમાં એક એવા લગ્ન થયા હતાં, જ્યાં આવી કોઈ પણ રીત-રસમ ન હતી, માત્ર 17 જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા અને જાનૈયાઓને માત્ર ચા અને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો. કેવા છે આ લગ્ન અને શા માટે આવું કરાયું જુઓ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે યુવક-યુવતીના લગ્ન લેવાય હતા, તે બંન્નેના ચહેરા પાર ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે તેઓ આજથી એકબીજાના જીવનસાથી બની રહ્યાં છે. તેમનો પરિવાર પણ ખુબ ખુશ છે. સુરતના નિહાર જનકભાઈ શાહ અને અશ્વિની પ્રભાકર દુવાડેના લગ્નમાં રૂપિયાનો ખોટો ધુમાડો જેવું કશું જ બન્યું નહિ. બંને પરિવાર તરફથી આવેલા 100 આમંત્રિતોની વચ્ચે ગુરુ મહારાજના ફોટો પાસે 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી બંને જીવન સાથી બન્યા છે. નિહાર અને અશ્વિની જે સંપ્રદાયમાં માને છે તેમાં ખોટો ખર્ચ કરવા પાર મનાઈ છે. આ પ્રથામાં એકદમ સાદગી સાથે લગ્ન કરવામાં આવે છે. સાથે કુરિવાજોને પણ દૂર રાખવામાં આવે છે. મહત્વનું એ પણ છે કે સાત ફેરા પણ ફરવામાં આવતા નથી. નિહાર આ લગ્ન વિશે શું કહે છે આપ તેના શબ્દોમાં જ સાંભળો....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube