Rahul Gandhi Surat Court : રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં આજે સંભવિત ચુકાદો આવી શકે છે. સ્ટે ઓફ કન્વિકશન પર જજમેન્ટ આવી શકે છે. અઠવાડિયા પહેલા બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે. બંને પક્ષોની પાંચ કલાક સુધી દલીલ ચાલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરનેમ પર ટિપ્પણી કર્યા બાદ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો. સુરત કોર્ટે માનહાનિ કેસમાં તેમને સજા ફટકારી. જેના બાદ તેમણે સંસદ સભ્ય પદ ગુમાવ્યું. ત્યારે  રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી. બચાવ પક્ષ દ્વારા માનહાનિ કેસમાં વિવિધ જજમેન્ટના આધારે દલિલ કરવામાં આવી હતી. કોર્ટે ફરિયાદી અને બચાવ પક્ષની દલિલો સાંભળી હતી. રાહુલ ગાંધીની લીગલ ટીમે આજે દાખલ કરાયેલા નવા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી જવાબ આપવા સમય માગ્યો હતો. પરંતુ ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા જણાવ્યું હતું કે, તો પછી આ રીતે કોર્ટનો સમય કેમ બગાડવો?  


ઓસ્ટ્રેલિયામાં પાટીદાર યુવતીનું મોત, બે મહિના પહેલા જ ભણવા માટે ગઈ હતી


મહત્વનું છે કે ગત સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ સજા સામે સ્ટે ઓફ કન્વેક્શન માટેની અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે આ કેસના ફરિયાદી એવાધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમના વકિલ સાથે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી હતી. આજે આ અરજી પર કોર્ટમાં બંને પક્ષો વતી વકીલો દ્વારા દલીલો રજુ કરવામા આવી હતી.


નરોડા ગામ હત્યાકાંડમાં આજે આવશે ઐતિહાસિક ચુકાદો, 11 લોકોને જીવતા સળગાવાયા હતા


શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. 


ગામડામાં રહેવા તૈયાર છો તો સરકાર આપશે 50 લાખ રૂપિયા અને આલિશાન ઘર, સ્વર્ગથી પણ સુંદર


કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી
ચાર વર્ષ પહેલા મોદી સરનેમ પર ટિપ્પણી કરનારા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા કરાઈ છે. ઉપરથી રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પરથી હાથ ધોવો પડ્યો છે. સાથે જ તેઓ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી નહિ લડી શકે. આઝાદ ભારતમાં સંસદના ઈતિહાસમાં અગાઉ ઘણીવાર એવી ઘટના સામે આવી છે જેમાં સાંસદની સદસ્યતા રદ્દ કરવામાં આવી હોય. આ માટે જનપ્રતિનિધિ કાયદો અમલમાં છે. જેમાં નેતાઓના સભ્યપદને હટાવવાની જોગવાઈ છે. અગાઉ અનેક નેતાઓએ આ રીતે પોતાનું સભ્યપદ ગુમાવ્યુ છે.