ચેતન પટેલ, સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. સાથે જ છ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી કાઢયો છે. આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરી કરવા માટેના સાધનો તેમજ મોબાઇલ મળી રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં બનતા ઘરફોડ ચોરીના ગુનાઓને ડામવા તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે ભારે કમર કસી છે. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલી માહિતીના આધારે ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. ઘરફોડ ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓ રીઢા આરોપીઓ છે અને તેઓની પૂછપરછમાં શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ છ જેટલા ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. જેમાં કતારગામ,વરાછા તેમજ ચોક બજાર પોલીસ મથક વિસ્તારોમાં આરોપીઓએ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે.જ્યારે ત્રણ જેટલા પોલીસ મથકોમાં અગાઉ આરોપીઓ ઝડપાઇ ચૂકયા છે.


આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરવા માટેના સાધનો તેમજ ચોરીના મોબાઇલ સહિત કુલ ૯૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા પણ રહેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube