* સલમાનને ડ્રગ્સ પુરૂ પાડનાર ડ્રગ્સ રેકેટનો મહત્વનો સુત્રધાર હોવાનું સામે આવ્યું
* સલમાન ઉપરાંત મનોજ સહિત અનેક લોકોને ડ્રગ્સ પુરૂ પાડતો હોવાની આશંકા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજસ મોદી/સુરત : 1.31 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની નવી મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ જ સલમાન અને મનોજને ડ્રગ્સનું જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આરોપી આદિલ પાસેથી ડ્રગ્સ લેનારા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. 


જામનગરમાં રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ઘુસી દુષ્કર્મના આરોપીને ચખાડ્યો મેથીપાક


મેફેડ્રોન ડ્રગ્સ મામલે તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું કે,  અગાઉ પકડાયેલા આરોપી સલમાન ઝવેરી અને મનોજની પૂછપરછના આધારે નવી મુંબઈથી વીરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આન્ડયાપન ઉર્ફે કરૂપ્યાસામી આન્યાપન (ઉ.વ .૫૩ ધંધો - ડુંગળીનો વેપાર રહેવાસી . ફલેટ નંબર ૨૦૪ , જયશ્રી હાઉસીંગ બોર્ડ , સેકન્ડ ફલોર , સેકટર -૧૪ , પ્લોટ નં .૧૨ , કામોટે , નવી મુંબઇ તથા મુળ વતન-, આક્રુકોલમ , તા.મહેલર , થાના.મહેલુર જીલ્લા. મદુરાઇ, તમીલનાડુ ) તથા પ્રવિણ રોહીદાસ મ્હાત્રે ( ઉ.વ .૪૨ ધંધો- લેબર સુપરવાઇઝર રહેવાસી . ગામ પાનદી , પો.કોપરોલી , તાલુકા.ઉરન નવીમુંબઈ )ની ધરપકડ કરી છે. 


મેયર બાયોડાયવર્સિટી પાર્કનાં ઉદ્ધાટનમાં ભુલ્યા નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગ નેતાઓ માટે મજાક?


ડ્રગ્સ કોણ બનાવે છે અને જથ્થો કઇ રીતે મળે છે તે અંગે તપાસ
અગાઉ પકડાયેલા આરોપી મનોજ ભગત અને મોહમદ સલમાન ઉર્ફે અમનને ડ્રગ્સનું જથ્થો અન્ના અને પ્રવીણ જ આપતા હતા. બંન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. જેમાં ડ્રગ્સ ક્યાંથી લાવતા હતાં, કોણ બનાવતું હતું, ક્યાં બનાવતાં હતાં, કોણ કોણ આ ગુનામાં સામેલ છે, તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે.


કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શન ઉચ્ચા ભાવ વેચતા આરોપીની ધરપકડ


આદિલના સંપર્કમાં આવેલાઓની પૂછપરછ
આદિલ સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા પોતાના ફ્લેટમાં ડ્રગ્સનું જથ્થો રાખતો હતો, સાથે જ ત્યાં તે પાર્ટી પણ કરતો હતો. આ પાર્ટીમાં અનેક નબીરાઓ આવતા હતાં. જેમાંથી કેટલાક ડ્રગ્સ લેતા હતાં. ક્રાઇમ બ્રાન્ચે જેમની પૂછપરછ કરી છે, તેમાં કેટલાક એવા પણ છે જેઓ ડ્રગ્સ લેતા હતાં. જોકે હાલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી નથી, આ અંગે પોલીસનું કહેવું છે કે જેમની સામે પુરાવાઓ મળશે તેમની સાંમે કાર્યવાહી કરવામાં આવશે.