surat news ચેતન પટેલ/સુરત : સુરત સહિત રાજ્યમાં માત્રને માત્ર વીઆઇપી વિસ્તારોમાં આવેલ બંધ ફલેટ અને મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય "ગજ્જર"ગેંગને દિલ્લીના હરિયાણા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી શહેર સહિત રાજ્યના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના દસ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. ગેંગ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે રોકડ રકમ 1.18 લાખ અને બે મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી કપડાના વેપાર સાથે સંકળાયેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં બનતા ઘર પર ચોરીના ગુનાઓને અટકાવવા અને અને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશ્નર દ્વારા ખાસ સૂચના સુરત ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી છે.જે અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલ ચોક્કસ માહિતીના આધારે દિલ્લીના હરિયાણા ખાતેથી ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાનુસાર, સુરત સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી આંતરરાજ્ય "ગજ્જર"ગેંગને હરિયાણા ખાતેથી ઝડપી પાડવામાં આવી છે.જે ગેંગ પાસેથી રોકડા રૂપિયા 1.80 લાખથી વધુની રકમ અને બે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે. જ્યાં સુરત સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીમાં દસ જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.


Mukesh Ambani: મુકેશ અંબાણીના પહેલા બોસનો દીકરો છે રિલાયન્સના હાઈએસ્ટ પેઈડ કર્મચારી


આરોપીઓની પુછપરછમાં સુરતના અડાજણ, વડોદરા,દિલ્હી, અમદાવાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ મથકોમાં નોંધાયેલા લાખોની ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે.ઝડપાયેલા આરોપીઓમાં લલિત શિવજી શાહુ,મનોજ જયભગવાન કાયત અને સંદીપ ઉર્ફે મોનું ઓમપ્રકાશ ધનખડનો સમાવેશ થાય છે.સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુના આચરતી આ "ગજ્જર"ગેંગમાં શામેલ લલિત શિવજી શાહુ દિલ્લી ખાતે કપડાના વેપાર સાથે સંકળાયેલા છે.જે ગેંગનો મુખ્ય લીડર તરીકે ઓળખવામાં આવે છે.


વધુમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ઊંડાણપૂર્વકની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે આરોપીઓ ગુનાને અંજામ આપવા દિલ્લી-હરિયાણાથી ટ્રેન મારફતે જતા અને જે તે નક્કી કરેલ શહેરની હોટેલોમાં રોકાય રેકી વીઆઇપી વિસ્તારોમાં ફ્લેટ-મકાનોની રેકી કર્યા બાદ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.22મી ડિસેમ્બરે પણ આ ગેંગ ટ્રેન મારફતે દિલ્લી-હરિયાણાથી સુરત આવી હતી.જ્યાં શહેરની અલગ અલગ હોટેલોમાં રોકાણ કર્યું હતું.ત્યારબાદ હોટેલો રોકાઈ અડાજણ,પાલ, ઉમરા વીઆઇપી વિસ્તારોમાં આવેલ મકાનોની રેકી કરી હતી.જ્યાં આનંદ મહેલ રોડ પર આવેલ સનલાઈટ કોમ્પ્લેકક્ષના બંધ ફ્લેટને નિશાન બનાવી 2.65 લાખની મત્તા પર હાથફેરો કર્યો હતો.ત્યારબાદ ત્રણ માસ અગાઉ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં દિવસ દરમ્યાન રેકી કરી બંધ ફ્લેટમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હતી.જ્યારે અમદાવાદ, રાજકોટ અને પોરબંદર ખાતે પણ દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.


અયોધ્યા રામ મંદિરમાં પાયાનો પથ્થર બનેલા 22 કારસેવકોનું કરાયું સન્માન


વધુમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની કરાયેલ પુછપરછ જાણવા મળ્યું હતું કે આ ગેંગના આરોપીઓ ગુજરાત,દિલ્લી,મહારાષ્ટ્ર, બેગ્લોર,મધ્યપ્રદેશ,રાજસ્થાન ખાતે દિવસ દરમ્યાન રોકાણ કરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપે છે.જે ચોરીમાં આવેલ સોનાના દાગીના સસ્તા ભાવે દિલ્લી ખાતે કોઈક ઇસમને વેચાણ કરી રોકડી કરી લે છે.


આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી અંગે પણ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગ ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોના શહેરોમાં જાય છે.જ્યાં હોટેલોમાં રોકાય શહેરના વીઆઇપી વિસ્તારોમાં કપડા વેચવાના બહાને રેકી કર્યા બાદ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપે છે.એટલું જ નહીં ગેંગના માણસો જે સોસાયટીમાં વોચમેન નહીં હોય તેવી સોસાયટીના જ મકાનોને નિશાન બનાવે છે.એક શહેરમાં છ થી સાત દિવસ જેટલો સમય ગુનાને અંજામ આપવા પસાર કરે છે અને ત્યારબાદ અલગ શહેરમાં અન્ય ગુનાને અંજામ આપવા નીકળી જાય છે.


વધુમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે હાલ ઝડપાયેલ ગેંગનો સાગરીત સંદીપ ઉર્ફે મોનું ઓમપ્રકાશ ધનખડ અલગ અલગ રાજ્યોના શહેર પોલીસ ચોપડે નોંધાયેલ 16 જેટલા ઘરફોડ ,આર્મ્સ એકટના ગુનામાં પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.જેમાં આર્મ્સ એકટના પાંચ ગુનાઓ નો સમાવેશ થાય છે. તેવી જ રીતે આરોપી લલિત શિવજી શાહુ અને મનોજ કાયત વિરુદ્ધ પણ અગાઉ સુરત સહિત રાજ્યના પાંચ પોલીસ મથકોમાં નોંધાયેલા આર્મ્સ એકટ અને ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુકયા છે...જે તમામ આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. 


વાઈબ્રન્ટના મહેમાનોને ત્રણ દિવસ આ ભોજન પિરસાશે, UAE ના પ્રેસિડન્ટને ખાસ ગુજરાતી વાનગી ખવડાવાશે