Surat News : દેશના આંતરરાજય ચોરી કરતા બે મહાઠગો જેઓ સામે 14 કરતા વધારે ચોરીના ગુના દાખલ થયેલા છે તેઓને પકડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ બે મહાઠગો પાસેથી પોલીસે દસ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને ચાર વર્ષ પહેલા જેલમાં બંને આરોપીની મુલાકાત બાદ મિત્રતા થઈ હતી. ત્યાર બાદ છેલા ચાર વર્ષમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના શહેરો મળી કુલ 14 થી વધુ ચોરી સહિત અન્ય ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશના ખારગૌનના આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ઘરફોડ ચોરીના આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ છેલ્લાં ચાર વર્ષથી ચોરીને ઘરફોડ ચોરીને અંજામ આપી શહેર છોડી નાસી જતા હતા. ત્યારે બંને આરોપીઓ રાજકોટના ગાંધીગ્રામ ખાતેથી ચોરી કરીને પરત સુરતના ઉનપાટીયા વિસ્તારમાં રહેવા આવી ગયા હતા. આ દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બન્ને આરોપી મોહંમદ શકીલ કુરેશી અને નરસિંહ રવજીભાઇ ખણઘરને ઝડપી પાડવામાં આવ્યા છે. 


ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યો


બંને સામે 14 ગુના 
બંને આરોપીઓ વિરુદ્ધ જામનગર, સુરત, રાજકોટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દેવભૂમિ દ્વારકા મળી ગુજરાત અને અન્ય રાજ્યોના શહેરમાં 14 થી વધુ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. ચાર વર્ષથી બે ઇસમો ભેગા થઈને અત્યારસુધી પચાસ કરતા વધારે ચોરીને અંજામ આપી ચૂક્યા છે. બે ઇસમો પૈકી દસ્તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઇગર મોહમદ સકીલ ખલીલ કુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણદારની ધરપકડ કરી છે. આ બે ઇસમો જેલમાં ભૂતકાળમાં ભેગા થયા હતા. ત્યારબાદ છેલ્લા ચાર વર્ષમાં પચાસ કરતા વધારે ઘરફોડ ચોરી અને વાહનચોરીને અંજામ આપ્યા છે.


છેલ્લા બે વર્ષથી નરસિંહ અને દસ્તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઇગર મોહમદ સકીલ એક બીજા સાથે જેલમાં પરિચય થયો હતો. ત્યારબાદ આ બે લોકોએ 50 કરતા વધારે ચોરીને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે દસ લાખ રૂપિયાનો મુદા માલ કબ્જે કર્યો છે. તેમાં આઠ લાખની જ્વેલરીનો સમાવેશ થાય છે. ઓન રેકર્ડ અડધા કરોડની ચોરી ડિટેકટ થઈ છે. છેલ્લા ચાર વર્ષમાં બે કરોડની આસપાસ આ ચીટરોએ ચોરી કરી હોવાનું પોલીસ અનુમાન સેવી રહી છે.


પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી મિલકત


ક્યાં ક્યા ચોરી કરી હતી 
જોકે પકડાયેલ આરોપીઓની તપાસમાં હાલમાં જે કેસ ડીટેકટ થયા છે તેમાં (1) ઓકટોબર 2020માં મહિલા ગળામાં ખારગોન, વૃદાવન કોલોની પાસે ચેઇન સ્નેચીંગ કર્યુ (2) રાજકોટમાં બંધ ઘરમાંથી લાખ્ખો રૂપિયાના ઘરેણાની ચોરી કરી (3) 2021માં ઘરફોડ કરતા જયારે પકડાયા ત્યારે મહિલાના કાન અને હાથ પર ચાકૂ મારીને ઇજા પહોંચાડી હતી. આ ગુનો પણ ખોરેગોનમાં નોંધાયેલી છે. (4) જોધપુરમાં બેંક પાસેથી વીસ લાખ ભરેલી બેગ સ્નેચીંગ કરીને ભાગી ગયા (5) ખટોદરા પોલીસમાં મોબાઇલની ચોરી, સોયકલ ચોરી (6) દમણમાં મોબાઇલની દુકાનમાં ચોરી (7) ગાંધીધામ ઉપરાંત જામનગરમા વીસ લાખ રૂપિયા ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુના આચર્યા હતા. (6) આ ઉપરાંત ખારગોનમાં રાધા કૃષ્ણ મંદિરમાં મૂર્તિની ચોરી તથા મૂર્તિ ખંડિત કરવાનો ગુનો અને આર્મસ એકટનો ગુનો દાખલ થયો છે. હાલમાં 14 જેટલા ગુના ડીટેકટ થયા હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચે જણાવી છે.


પકડાયેલ આરોપીઓ વિશે સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે , નાસતા ફરતા આરોપીઓની યાદી બનાવવામાં આવી છે. જે અંતર્ગત આરોપીઓને વોચ ગોઠવીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બન્ને આરોપીઓ 8થી વધુ ગુનામાં ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીઓ બગીચામાં કે ચોરીના સ્થળ આસપાસ નાનું મોટું કામ કરતાં હોય છે. બાદમાં રેકી કરીને ગુનાને અંજામ આપતાં હોય છે. હાલ રાજકોટ પોલીસને આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી છે. બાદમાં તેમને સુપરત કરવામાં આવશે.


ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન