ચેતન પટેલ/સુરત :સુરતની સુરત હવે બદલાઈ રહી છે. સુરતમાં રોજ વધી રહેલા ગુનાના આંકડાથી સુરતમાં ગુંડારાજ આવી રહ્યું છે તેવુ કહી શકાય. સુરતમાં હવે એવી વસ્તુઓની ચોરી થઈ રહી છે કે લોકો પણ વિચારમાં મૂકી જાય. સુરતમાં છેલ્લાં કેટલાક દિવસોથી કેરીની ચોરી થઈ રહી છે. જેનાથી વેપારીઓ ચિંતામાં મૂકાયા છે કે, આખરે ચોરોથી કેરીને કેવી રીતે બચાવવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વરાછા વિસ્તારમાં વસંતભીખાની વાળી પાસે છેલ્લા 10 દિવસમાં કેરીની ચોરી કરનારાઓનો આતંક વધી રહ્યો છે. આ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યા પર કેરીના સ્ટોલ પર ચોરીના બનાવ બન્યા છે. પેહેલા 36 કેરેટ કેસર કેરીની ચોરી કરવામાં આવી હતી. બીજી વાર 18 કેરીના કેરેટની ચોરી થઈ હતી. તો ફરી એકવાર ગત રોજ ચોર દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે, આ વખતે કેરીના સ્ટોલ માલિકને આ વિશે જાણ થતા ચોર ઈસમો રફુચક્કર થઈ ગયા હતા. 


ઉલ્લેખનીય છે કે, ચોરો હવે કેરીની ચોરીમાં પણ સક્રિય થયા છે. તાજેતરમાં વલસાડની કેસર કેરીઓની વાડીમાંથી પણ ચોરી થવાના બનાવ વધી રહ્યાં છે. જેનાથી વાડીના માલિકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. વાડીમાં ખેડૂતોને સીસીટીવી કેમેરા લગાવવાની ફરજ પડી છે.