ચેતન પટેલ/સુરત :સુરત શહેરના સિંગણપોર પોલીસ દ્વારા વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં પાણીના ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતા ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ચોરીની બાઈક અને ટેમ્પો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈક ચોરોને પકડવા પોલીસ એક્ટિવ
સુરતમાં બાઈક ચોરી કરતી ગેંગ ફરી એક વખત શહેરમાં સક્રિય થઈ છે, ત્યાં તેની સાથે સુરત પોલીસ પણ સક્રિય છે અને સતત વોચ ગોઠવીને ગેંગને પકડી પાડવા માટે તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે બાઈક ચોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરતમાં સતત વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓ સામે પોલીસે પણ બાઇક ચોરી કરી ગેંગ સામે લાલા આંખ કરી છે. સુરતની સિંગણપુર પોલીસ દ્વારા બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. સિંગણપોર પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી ચોરીની બાઈક અને ટેમ્પા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો : રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ શા માટે મહત્વનો? કોંગ્રેસના હાથ મજબૂત કરવા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે


બાઈક ચોરવાની અજીબ મોડસ ઓપરેન્ડી
સુરતના સિંગણપોર વિસ્તારમાં વહેલી સવારે પાણીના ટેમ્પો આપવાના બહાને આવેલા બે ઈસમો બાઈકની ચોરી કરતા હતા. આ બંને ઈસમો ટેમ્પામાં બાઈક મૂકી પાણીની બોટલો બાઇકની આજુબાજુમાં મૂકી દેતા હતા. જેથી ટેમ્પામાં ચોરીની બાઈક પડેલી છે, તેવું ત્યાં કોઈ વ્યક્તિને ન દેખાય. જોકે આ ફરિયાદ મળતા સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા પાણીના ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતા બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર ઈસમો પાસેથી ચોરી કરેલું એક બાઈક અને ટેમ્પા સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા, ચાલુ ક્લાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનનું આલિંગન, અને બીજો તો ખતરનાક છે... 


આ આરોપી પકડાયા...


  • હેમંત ઉર્ફે રાહુલ ખટિક

  • મહેન્દ્ર ખટકી

  • પંકજ ખટકી

  • મહાવીર ખટિક


આ તમામ યુવકો માત્ર બાઈકની જ ચોરી કરતા હતા. તેમજ તેઓ ચોરીનું કામ કરવાની સાથે અન્ય કામ પણ કરતા હતા, જેથી પોલીસને તેમના પર શંકા ન જાય. છતાં પણ સુરત સિંગણપોર પોલીસે તેમનો ખેલ ઊંધો પાડ્યો. વહેલી સવારે લોકો સૂતા હોય અને પાણીની બોટલ મુકવાના બહાને સોસાયટીમાં આવીને બાઈકની ચોરી કરવાનું તેમનું પ્લાનિંગ હતું. આ માટે તેઓ પહેલા વિસ્તારની રેકી કરતા હતા. બાદમાં બાઈક ચોરીને તેને દૂર સુધી દોરીને લઈ જતા હતા અને ટેમ્પોમાં મૂકી ફરાર થઈ જતા હતા.