ચેતન પટેલ/સુરત :સુરત જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. મંડપ ડેકોરેશનના માલિકે તહેવાર ટાણે વાપરવા માટે રૂપિયા નહિ આપતા તેના પર ત્રણથી ચાર લોકો ચપ્પુ વડે તૂટી પડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેસ થઈ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના નવાગામ-ડીંડોલીના ઉમીયા નગર-1 માં રહેતા ભરત પાટીલ રાકેશ મંડપ ડેકોરેશન નામે ધંધો કરે છે. ભરત પાટીલ રાત્રે પોતાના ઘર નજીક અંબા માતાના મંદિર પાસે સોસાયટીના મિત્રો સાથે બેસ્યા હતા. ત્યારે માથાભારે રીતેશ ઉર્ફે રીતીયો કમલેશ ગવડે, રોહિત, બેંડી સહિત ચારેક જણા ઘસી આવ્યા હતા. તેમણે ભરતને કહ્યું હતું કે તે રાજેશ યાદવને કેમ માર માર્યો હતો અને તેના વિરૂધ્ધમાં નોંધાવેલી ફરીયાદ પાછી ખેંચી લે. આજે તને જાનથી પુરો કરી નાંખવાના છે. આટલું કહીને ત્રણેયે ચપ્પુના ઘા ભરતભાઈના છાતી, જમણા હાથ અને ડાબા પગની જાંઘમાં મારી દીધા હતા. 


આ તરફ ભરતભાઈએ બૂમાબૂમ કરતા તેમનો પુત્ર રવિન્દ્ર અને પત્ની સુનંદા દોડી આવ્યા હતા. જેથી ચારેય ગુંડાઓ ભાગી ગયા હતા. આ બાદ ઘાયલ ભરતભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિવાળી વખતે સ્થાનિક વિસ્તારના માથાભારે રાજેશ ધનુરાય યાદવ, ભટ્ટુ ધનરાજ બોરસે અને ચંદ્રકાંત ઉર્ફે સાગર અશોક પાટીલે ઉઘરાણી કરી હતી. તહેવારના સમયે વાપરવા માટે ખંડણી પેટે તેમણે ભરતભાઈ પાસેથી બે-ત્રણ હજાર રૂપિયા માંગ્યા હતા. ગુંડાઓએ ધમકી આપી હતી કે, તમને રૂપિયા આપવા પડશે, નહીં તો તારૂ પુરૂ કરી નાંખીશું. તેથી ભરતભાઈએ ડીંડોલી પોલીસમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી.