ચેતન પટેલ/સુરત :ફિલ્મોમાં જેમ નકલી અધિકારી બની કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપવામાં આવે છે, તેમ સુરતમાં નકલી સીબીઆઈ ઓફિસર બની અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવી છે. સુરતના સરથાણાના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકને નકલી સીબીઆઇ અધિકારી તરીકે ધાક ધમકી આપનાર ટોળકી ચર્ચાનો વિષય બની હતી. ફિલ્મી ઢબે સીબીઆઇની માફક બીટકોઈન બાબતે લેતી-દેતીમાં સમગ્ર તરકટ રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ કોણ પકડાયું :


  • ભદ્રેશ રામજીભાઇ સભાડીયા

  • ગુણવંતભાઇ અરૂણભાઇ રાણપરીયા

  • બ્રિજભાનસીંગ ગુરૂપ્રસાદ યાદવ

  • મુકેશ ઉર્ફે બ્રિજેશસીંગ ઉર્ફે બી.એસ.મહારાણા


ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી ભદ્રેશ રામજીભાઇ સભાડીયાએ જણાવ્યું કે, પોતાના મોટાભાઈ વિજય સભાડીયાને દીપક વઘાસીયા સાથે બીટકોઇનની રકમ અંગે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી. જેથી પોતાના ઓળખીતા ગુણવંત અરૂણભાઇ રાણપરીયાના ઓળખીતા શાહુ મુંબઇ નામના શખ્સ દ્વારા સી.બી.આઇ. ઓફીસર તરીકે મુકેશ યાદવનાઓને બોલાવ્યો હતો. જેના બાદ દીપક વધાશીયાનુ અપહરણ કરી તેને બીટકોઇન અંગેની ખોટી સ્કીમોના પ્રકરણમાં ફસાવી દેવાની ધમકી આપી ડરાવી ધમકાવી સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું. 


આ પણ વાંચો : માતા અને દીકરીનો એક જ પ્રેમી, બોયફ્રેન્ડ છીનવાઈ જશે એ બીકે માતાએ દીકરીને ચપ્પુના 20 ઘા માર્યાં


મહત્વનું છે કે એજન્ટને કરોડો આપવા ન પડે માટે સાઢુભાઈ વિજયે તેના ભાઈ ભદ્રેશને વાત કરી હતી. આથી ભદ્રેશે અમદાવાદના ગુણવંત રાણપરીયાને વાત કરતા તેણે મુંબઈના શાહુને વાત કરી હતી. શાાહુએ CBIના નકલી ઓફિસર બી. એસ. મહારાણાને કામ સોંપ્યું હતું. મહારાણા અને તેના સાગરિત બ્રિજમાનસીંગ સાથે આવ્યો હતો. જયારે શાહુ તેના અન્ય એક સાગરિત સાથે આવ્યો હતો. ચારેય જણાને રહેવાની સગવડ ડુમસ બેલીજામાં ભદ્રેશે કરી આપી હતી. 


ઘટના અંગે પોલીસ ફરિયાદ થતાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર, મુંબઇ ખાતે તપાસ કરતાં મુંબઇ અંધેરી ઈસ્ટ ચકાલા કાજુવાડી નજીક આવેલી સમાજ હોટલ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી હતી. CBIના નકલી ઓફિસરની મોડન્સ ઓપરેન્ડી એવી છે કે, પહેલા મોટા રાજકારણીઓ, આઈપીએસ અને આઈએસ ઓફિસરોનો પરિચય કેળવી તેની સાથે ફોટો પડાવી લેતો હતો. પછી તે ફોટો થકી CBI નો ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી લોકોને ડરાવી રૂપિયા પડાવતો હતો. નકલી ઓફિસરની ઉંડાણપૂર્વક તપાસ કરાય તો ઘણા કારનામાઓ બહાર આવી શકે છે.