ચેતન પટેલ/સુરત :સુરતમાં માનવતા લજવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક સગા બાપે પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. સગા બાપે જ પોતાની 14 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હેવાન બાપે 8 કલાકમાં પોતાની ફૂલ જેવી દીકરી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં પણ પોતાની નાની 13 વર્ષની દીકરીની પણ છેડતી કરી હતી. ત્યારે આ બંને દિકરીઓએ હિંમત કરીનો પોલીસ ફરિયાદ નોંધાવી છે. શી ટીમે શાળામાં ગુડ ટચ-બેડ ટચ વિશે સમજાવતા મોટી બહેને પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે સુરત પોલીસે હેવાન બાપની ધરપકડ કરી લીધી છે. પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ કૃત્ય આચરનાર બાપ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ એક ઘટનાએ દરેક લોકોને સતર્ક કરી દીધા છે.. આ ઘટના પરથી લાગે છે કે, દિકરીઓ પોતાના ઘરમાં જ સુપક્ષિત નથી. 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર આ હેવાન બાપને કડક સજા મળે તેવું દરેક લોકો ઈચ્છે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના સુરતના સલાબતપુરા વિસ્તારની છે. માન દરવાજા વિસ્તારમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં પતિ પત્ની, બે દીકરા અને બે દીકરી છે. જેમાં મોટી દીકરી 14 વર્ષની ધોરણ 9 માં અભ્યાસ કરે છે અને બીજી દીકરી 13 વર્ષની ધોરણ 8 માં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા પિતાએ મોટી દીકરી પર રાત્રે 12 થી 1 વાગ્યા દરમિયાન બળાત્કાર કર્યો હતો. જેના બાદ સવારે 8 વાગ્યે બીજી વાર તેના પર બળાત્કાર કર્યો હતો. આ વિશેની જાણ તેને નાની બહેનને કરી હતી. જેથી બંને બહેનો હિંમત દાખવીને પોલીસ સ્ટેશન પહોંચી હતી.


આ પણ વાંચો : નડિયાદ : અનાથ આશ્રમની બહાર તરછોડાયુ બાળક, કોણે માસુમની કરી આવી હાલત?  


માતાને કહ્યું, પણ તેણે કંઈ ન કર્યું
બંને બહેનો માટે દુખની વાત તો એ છે કે, તેની માતા પિતાના હેવાનિયતની સઘળી વાત જાણતી હોવા છતા દીકરીઓને બચાવી શકી ન હતી. આઠ મહિના પહેલા પિતાએ બંને દીકરીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે તેમણે માતાને આ વાત જણાવી હતી. પરંતુ માતાએ આ વાત ધ્યાને લીધી ન હતી. એટલુ જ નહિ, પતિને આવુ ન કરવાની ચેતવણી આપીને છોડી દીધો હતો. જેના બાદ હેવાન પિતાની હિંમત ખુલી હતી.



ક્લાસમાં ટચ વિશે માહિતી બાદ ફરિયાદ કરવાની હિંમત આવી
બંને દીકરીઓ હજી સગીર છે. તેમને સ્કૂલ દરમિયાન શી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હતી. જેના બાદ સગીર દીકરીઓની પિતા સામે ફરિયાદ કરવાની હિંમત ખૂલી હતી. બંને દીકરીઓએ માન દરવાજા પોલીસ ચોકી પહોંચીને પિતા સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો.