Surat Crime News પ્રશાંત ઢીવરે સુરત : સુરતમાં અપહરણના ગુનામાં બે આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીઓએ એક વેપારીનું અપહરણ કરીને તેમના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જોકે  જ્યારે આરોપીઓની ધરપકડ કરીને પુછપરછ કરી તો કંઈક અલગ જ ખુલાસો થયો છે. શા માટે વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને શું વેપારી અને આરોપીઓ એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. સામે આવ્યા ચોંકાવનારી માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના મહિધરપુરા વિસ્તારમાં મહારાષ્ટ્રના પુનાથી આવેલા એક વેપારીનું રિક્ષામાં અપહરણ કર્યા બાદ તેનો મોબાઈલ સહિત એકાઉન્ટમાંથી રૂપિયા લૂંટી લેવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી છે. મૂળ મહારાષ્ટ્રના આ વેપારીનું પૈસા લેતીદેતીમાં અપહરણ કર્યા બાબત સામે આવી છે. ભૂતકાળ રૂપિયા નહીં આપતા આ ઘટના અંજામ આપવામા આવી હતી.


આ પણ વાંચો : 


નકલી ડોક્ટરે દર્દીની વાટ લગાડી, ચોકઠું બનાવી શામજીભાઈના મોઢામાં ફીટ કરી દીધુ


જૈન સમાજ કેમ રસ્તા પર ઉતર્યો, તીર્થ રક્ષા કરવા નીકળેલા સમાજનાં રોષ પાછળનું કારણ શું?


થોડા દિવસ પહેલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાના સ્પેરપાર્ટમાં વેપાર કરતો વેપારી સુરત આવ્યો હતો. તેનું સુરત રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસાડીને લઈ ગયા બાદ આંખે પટ્ટા બાંધી એક રૂમમાં રાખી તેને માર માર્યો હતો. તેના બાદ તેના એકાઉન્ટમાંથી 4,00,000 ની લૂંટ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. સુરતની મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. ભોગ બનનાર ફરિયાદી મૂળ મહારાષ્ટ્રના પુનાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને તે સ્પેરપાર્ટનો ધંધો કરતો હતો. ત્યારે આરોપીઓ પણ જાણતા હતા અને ભૂતકાળમાં 2019 માં આ ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા. જેમાં ફરિયાદી દ્વારા પૈસાના આપી 3.50 લાખ રૂપિયા માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા. આથી પોતાના રૂપિયા મેળવવા માટે સીધી રીતે પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી હતી. તેથી બંને લોકોએ સુરત સેન્ટર પસંદ કર્યું હતું અને ત્યાંથી એક સીમકાર્ડ ખરીદી આ વેપારી સાથે પૈસા મેળવવા માટે આર્થિક બે-ત્રણ મહિના આગળ પ્લાન કરી વેપારી સાથે વેપાર ધંધો કરવા માટેનું ચેટિંગ શરૂ કર્યું હતું અને વેપારીને સુરત બોલાવ્યો હતો.


સુરત આવતાની સાથે જ આ વેપારીનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની સાથે પટ્ટા બાંધી તેને વિસ્તારમાં ભાડે રાખ મકાનમાં લઈ ગયા હતા અને ત્યાં તેની આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. જેના બાદ તેના એકાઉન્ટમાંથી ચાર લાખ રૂપિયા જેટલું ટ્રાન્જેક્શન કર્યું હતું. 


પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની મદદગીરી કરનાર સીમકાર્ડ અને મકાનના આવનાર વ્યક્તિ એમ કુલ મળી બે લોકોની ધરપકડ કરી હતી. ધંધાની જૂની પૈસાની લીધી હોવાનું વિગતો સામે આવી હતી. પોલીસ પણ આ સાંભળી ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે મુખ્ય આરોપી ગણેશ વિજીનાથ રાઠોડ સહિત પ્રદીપ પાટીલની ધરપકડ કરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો : હાઈસ્કૂલ ક્લર્કે કરી 13 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી, ભર બજારમાં હાથ પકડ્યો