સુરતમાં ક્રાઈમ છાપરે ચઢીને પોકારી રહ્યું, નાના અમસ્થા ઝઘડામા પાડોશીએ યુવકને રહેંસી નાઁખ્યો
સુરતમાં ક્રાઈમ છાપરે ચઢીને પોકારી રહ્યુ છે. રોજ હત્યા, મારામારી કે ચોરીચપાટીના ગુના બની રહ્યા છે. સુરતનો ક્રાઈમ રેટ વધી રહ્યો છે. આવામાં સુરતમાં સચીનમાં મોડી રાતે હત્યાનો બનાવ બન્યો છે. પોતાના ભાઈને બચાવવા જતા ભાઈને પણ ત્રણ ચાકુના ઘા મારવામાં આવ્યા છે. સચીનના સાઈનાથ સોસાયટીના રૂમ નંબર 66માં આ ઘટના બની છે. પાડોશીઓને બચાવવા ગયેલા પરિવાર ઉપર પણ હુમલો થયો હતો.
ચેતન પટેલ/સુરત :સુરતમાં ક્રાઈમ છાપરે ચઢીને પોકારી રહ્યુ છે. રોજ હત્યા, મારામારી કે ચોરીચપાટીના ગુના બની રહ્યા છે. સુરતનો ક્રાઈમ રેટ વધી રહ્યો છે. આવામાં સુરતમાં સચીનમાં મોડી રાતે હત્યાનો બનાવ બન્યો છે. પોતાના ભાઈને બચાવવા જતા ભાઈને પણ ત્રણ ચાકુના ઘા મારવામાં આવ્યા છે. સચીનના સાઈનાથ સોસાયટીના રૂમ નંબર 66માં આ ઘટના બની છે. પાડોશીઓને બચાવવા ગયેલા પરિવાર ઉપર પણ હુમલો થયો હતો.
સચીનના સાઈનાથ સોસાયટીમાં મૂળ યૂપીની શબનમનો પરિવાર રહે છે. તેનો ભાઈ દિલબર શૌકત અલી પણ તે જ સોસાયટીમાં રહે છે. તે રોજગારીની શોધમાં યુપીથી સુરત આવ્યો હતો અને અહી બોબીન ભરવાનુ કામ કરી રહ્યો હતો. શુક્રવારના રોજ શબનમનો તેનાના પાડોશી સાથે ઝઘડો થયો હતો. તે ઝઘડો પતાવવા દિલબર શૌકત બહેનના ઘરે ગયો હતો.
આ પણ વાંચો : આ દિવસે ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
દિલબર મધ્યસ્થી કરી રહ્યો હતો ત્યારે પાડોશી અચાનક તેના પર તૂટી પડ્યો હતો. પાડોશીએ દિલબરને ચપ્પુના ઘા માર્યા હતા. પાડોશીએ ઉપરાઉપરી એટલા ઘા માર્યા કે દિલબરનુ મોત થયુ હતું. એટલુ જ નહિ, ગુસ્સે થયેલા પાડોશીએ તેના પિતરાઈ ભાઈ મૈસૂરને પણ ચપ્પના ઘા માર્યા હતા. બહેને નજર સામે ભાઈને છેલ્લા શ્વાસ લેતા જોઈ હેબતાઈ ગઈ હતી. પાડોશી મહિલા અને એના પતિની ક્રૂરતાએ ભાઈનો જીવ લઈ લેતા પોલીસ દોડી આવી હતી. જોકે, સમગ્ર ઘટના બાદ પાડોશી ત્યાથી ભાગી ગયો હતો.