ચેતન પટેલ/સુરત :શહેરનાકોસાડ આવાસ ખાતે રહેતો 12 વર્ષીય જાકીર સૈયદ શેખ 31મી ઓકટોબરના રોજ બપોરે મક્કાઇપુલ પરથી તાપીમાં પડી ગયો હતો. પુલની પાળી પરથી પાણી જોવા જતા સંતુલન ગુમાવી દેતા કિશોર તાપીમાં પડી ગયો હોવાની વાત તેના પિતાએ જણાવી હતી. ત્યારે મકકાઈ પુલ ઉપર સેલ્ફી લેતા બાળક નદીમાં પડવાનો મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પિતાએ જ પોતાના 12 વર્ષીય પુત્ર ઝાકીરને નદીમાં ફેંકી દીધો હતો. ઘરકાંકસમાં 5 વર્ષથી અલગ રહેતી પત્નીને પુત્ર સોંપવો ન પડે એ માટે પુત્રને નદીમાં ફેંકી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ તપાસમાં નરાધમ પિતાનો ભાંડો ફૂટ્યો છે. સઈદ ઈલિયાસ શેખ પુત્રને બાઇક ઉપર બેસાડી મક્કાઈ પુલ લઈ આવ્યો હતો. અલગ રહેતી પત્નીએ પોલીસને હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો હતો. દોઢ વર્ષ અગાઉ પણ પુત્રને અલગ રહેતી પત્નીને સોંપવો ન ઓડે એ માટે ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે નીચે સાડીના પોટલા પડ્યા હોવાથી ઝાકીરનો આબાદ બચાવ થયો હતો.


આ પણ વાંચો :  Vocal for Local : 70 કિલોનો વ્યક્તિ પણ ચાલે તો પણ તૂટે નહિ તેવા માટીના ફટાકડા બનાવાયા


બન્યુ એમ હતુ કે, સઈદ ઈલ્યાસ શેખ (ઉંમર 31 વર્ષ) ના પરિવારમાં પત્ની અને એક 12 વર્ષનો દીકરો હતો. તેની પત્ની અઢી મહિનાથી પોતાના દીકરા સાથે અલગ રહેતી હતી. પરંતુ સઈદ થોડ દિવસો પહેલા જ દીકરાને પોતાની પાસે લઈ આવ્યો હતો. પુત્રને માતા સાથે વધુ લગાવ હોવાની વાત પિતાને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. જેથી તે 12 વર્ષના દીકરાને ફટાકડા ખરીદવા બહાર લઈ ગયો હતો. 


આ પણ વાંચો :  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોટી ઘટના, વાહનો પર પથ્થર ફેંકાયા, મુસાફરો ડર્યા  


ફટાકડાના બહાને તે પુત્રે મકકાઈ પુલ પર લઈ ગયો હતો, અને ત્યાંથી બાળકને નીચે ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો. પુલની પાળી પરથી પાણી જોવા જતા સંતુલન ગુમાવી દેતો દીકરો તાપી નદીમાં પડી ગયો હોવાની કેફિયત પિતા સઈદ ઈલ્યાસ શેખે પોલીસ સમક્ષ વ્યકત કરી હતી. જોકે, લીસે બાળકના માતાની પૂછપરછ કરતા તેણે પતિનો ભાંડો ફોડ્યો હતો. હત્યાના ગુનામાં રાંદેર પોલીસે આરોપી પિતા સઈદ ઈલ્યાસ શેખની ધરપકડ કરી છે.