Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક યુવાનની ઘાતકી હત્યા કરનાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. ઉછીના લીધેલા રૂ.10 હજાર પરત નહીં આપતા યુવાનને મધરાતે ભીડભંજન આવાસમાં લઈ જઈ ત્રણ યુવાનોએ તેને ત્રણ કલાક સુધી દંડાથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવાનને બચાવવા ગયેલા બે મિત્રોને પણ તેમણે ફટકારતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં પાંડેસરા આશાપુરી સોસાયટીમાં પરિવાર સાથે રહેતો 24 વર્ષીય વિશાલ શંકરભાઇ ગર્ગ કેટરર્સમાં કારીગરોનો કોન્ટ્રાકટ રાખી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વિશાલ ગતરાત્રે ઘરની અગાસીમાં સુઈ ગયો હતો. રાત્રે 12 વાગ્યાના અરસામાં તેના બે મિત્રો કૃલાણ પટેલ અને હિતેશ રાણા તેના ઘરની સામે વાત કરતા હતા. ત્યારે વિશાલ નીચે આવ્યો હતો. ‘બંને ક્યાં જાય છે’ તેવું પૂછતાં તેણે ‘રાકેશનો માણસ લેવા આવે છે’ તેમ કહ્યું હતું.


અમદાવાદના વેજલપુરના પીઆઈને Love you all મેસેજ પડ્યો ભારે, નોકરી ખોવાનો વારો આવ્યો


થોડીવારમાં રાકેશનો માણસ સુદામ મોપેડ લઈ આવ્યો હતો. વિશાલ બંને મિત્રોને થોડીવારમાં આવવા કહી તેની સાથે ચાલ્યો ગયો હતો. 10 મિનિટ બાદ બંને મિત્રો ભીડભંજન આવાસ બિલ્ડીંગ પાસે પહોંચ્યા ત્યારે રાકેશ જૈન અને હરીશ રાઠોડ વિશાલને ડંડાથી મારતા હતા. 


બંને મિત્રો વિશાલને છોડાવવા ગયા તો રાકેશ અને હરીશે ડંડા વડે જ્યારે કુમાર બિસોઈએ ઈંટ વડે તેમના પર હુમલો કરી બંનેના પગ તોડી નાંખ્યા હતા. બાદમાં તેઓ ફરી વિશાલ પાસે ગયા હતા અને રાકેશે વિશાલને ‘સાલા તું મેરા પૈસા ખા ગયા હે આજ તુજે જીંદા નહીં છોડેંગે’ કહી આડેધડ ડંડાથી સવારના ચાર વાગ્યા સુધી માર મારી અધમુઓ કરી નાંખ્યો હતો. 


ગુજરાતનો અજીબ કિસ્સો : મહિનામાં બે જ દિવસ પત્ની મળવા આવે છે, પતિએ કોર્ટમાં કેસ કર્યો


વિશાલના અન્ય બે મિત્રોને પણ તેમણે ત્રણ કલાક સુધી માર માર્યો હતો. વિશાલના અન્ય બે મિત્રો મળસ્કે ત્યાં આવતા રાકેશે ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહી સાથે ધમકી પણ આપી હતી કે તેમનો એક્સિડન્ટ થયો છે તેવું ત્યાં કહેજો. આવું જણાવ્યું હતું


ત્રણેય મિત્રોને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિશાલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય બે મિત્રોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને લઈ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાતમાં લસણના ભાવ અચાનક ચાર ગણા કેમ થયા? વેપારીઓના ગજવા ભરાયા, ગૃહિણીઓનું બજેટ