ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં અરેરાટી થઈ જાય તેવી ઘટના બની છે. નશામાં ચકચૂર થયેલા એક યુવક સાથે એવુ થયુ કે તેની આખી દુનિયા લૂંટાઈ ગઈ. નશો દૂર થયો ત્યારે ખબર પડી કે તેના પગ જમીન પર ન હતા. હોંશમાં આવ્યા બાદ ખબર પડી કે તેણે પોતાના બંને પગ ગુમાવી દીધા છે. આ ઘટના સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક પર બની હતી. મૂળ કાનપુરનો રહેવાસી યુવક દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. કપાયેલા પગથી જીવ બચાવવા તે 9 કલાક સુધી ખાડામાં મોત સામે ઝઝૂમ્યો હતો. આખરે તેને સારવાર મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂ પીવા ઘરેથી નીકળ્યો હતો યુવક 
મૂળ કાનપુરનો ગોલુ નામનો યુવક સુરતની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરે છે. તેને દારૂ પીવાની આદત હતી. શુક્રવારની રાત્રે પણ તે દારૂ પીવા ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સવારે તે પરત ફર્યો ન હતો. જેથી તેની સાથે રહેતા યુવકે તેની શોધખોળ હાથ ધરી હતી. સવારે રેલવે ટ્રેક ક્રોસ કરી કામે જતા મિત્રોને ગોલું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આખરે ગોલુને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.  


આ પણ વાંચો : તરછોડાયેલા બાળકને ‘સ્મિત’ નામ મળ્યું, ગૃહમંત્રીની અપીલ-આજે ખરા અર્થમાં તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો


9 કલાક કપાયેલા પગે પડી રહ્યો યુવક 
આ ઘટના વિશે મળેલી માહિતી મુજબ, ગોલુ દારૂના નશામાં અમરોલી-સાયણ રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો. દારૂના નશામાં તે રેલવે ટ્રેક પર જ સૂઈ ગયો હતો. જ્યાં ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેનથી તેના બંને પગ કપાઈ ગયા હતા. ટ્રેક પર કપાયેલા પગ છોડી જીવ બચાવવા ગોલું બે ટ્રેક વચ્ચેના ખાડામાં 9 કલાક સુધી ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યો હતો. રઝળતી હાલતમાં તે ખાડામાં રહેવા મજબુર બન્યો હતો. આખરે 9 કલાક બાદ લોકોની નજર પડતા તેને સારવાર માટે ખસેડાયો હતો. 108 ની મદદથી ગોલુને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેના બંને પગ ગંભીર રીતે કચડાઈ ગયા હોવાનું તબીબોએ જણાવ્યું હતું.