• યુવકના પરિવારજનોએ ફરિયાદ કરી કે, ઇજાગ્રસ્ત રવીન્દ્રને પોલીસ સારવારને બદલે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. તેથી થોડી જ મિનિટોમાં તેનું લોકઅપમાં મોત નિપજ્યું હતું


ચેતન પટેલ/સુરત :સુરતના ખટોદરા વિસ્તારના સોસિયો સર્કલની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પેટ્રોલ પંપ પર એક યુવકને માર મારતા તેનું મોત નિપજ્યું છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રાત્રિના સમયે પેટ્રોલ પંપ પર પીધેલી હાલતમાં બે ઈસમો દ્વારા બબાલ કરાઈ હતી. ઝઘડો થતા પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા ટોળું વળીને બંનેને માર મારવામાં આવ્યો હતો. બાદમાં બંન્ને ઇસમોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જેમાં એક યુવક પીધેલી હાલતમાં હતો અને માર મારતા રાત્રિના
સમયે તેનુ મોત થયું હતું. ખટોદરા પોલીસે 302 નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતના નાનકડા ગામને અફઘાનિસ્તાનના રાજદૂતે ચર્ચામાં લાવી દીધુ, પીએમ મોદી પણ જોડાયા


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સોસિયો સર્કલ પાસે સર્વોદય પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ પર પાણીની ઓફર હતી. રવીન્દ્ર સાવલિયા નામના યુવકે આ ઓફર હોવાથી તેણે પાણીની માંગણી કરી હતી. આ મામલે ઝઘડો થયો હતો. જેના બાદ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે તેની બબાલ થઈ હતી. દારૂના નશામાં આવેલ યુવક અને તેના મિત્ર સાથે પેટ્રોલ પંપના કર્મચારીઓનો ઝઘડો થયો હતો. તમામ કર્મચારીઓએ ભેગા થઈ તેને માર માર્યો હતો, જેને લઈ ભાઈ અધમૂવો થઈ જમીન પર પડી ગયો હતો.


આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં ગરમાવો : AAP અને ભાજપની સામસામે આક્ષેપબાજી શરૂ  


આ બાદ પોલીસ ત્યાં આવી હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. બંને યુવકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પોલીસ સ્ટેશન લઈ ગયાના થોડી જ મિનિટોમાં રવીન્દ્રનું મોત નિપજ્યું હતું. યુવકના પરિવારજનોએ ફરિયાદ કરી કે, ઇજાગ્રસ્ત રવીન્દ્રને પોલીસ સારવારને બદલે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. તેથી થોડી જ મિનિટોમાં તેનું લોકઅપમાં મોત નિપજ્યું હતું. રવીન્દ્રને 108માં સિવિલ લાવતાં તેને મૃત જાહેર કરાયો હતો.