ચેતન પટેલ/સુરત :પોર્નના માધ્યમથી સાયબર ક્રાઈમના ગુના વધી રહ્યાં છે. યુવકોને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઈલ કરવાના કિસ્સાઓ લાલબત્તી સમાન છે. ત્યારે સુરતમાં આવા જ એક કિસ્સામાં યુવકને આપઘાત કરવાનો વારો આવ્યો છે. વીડિયો ચેટના ક્રેઝ વચ્ચે તેને ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ચેટ વીડિયો વાયરલ કરવાની ધમકી અપાઈ હતી. જેથી યુવકે ગળે ફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક ઓનલાઈન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેણે 31 ઓક્ટોબરે પોતાનો ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે રાંદેર પોલીસમાં ફરિયાદ કરાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, મૃતકના ભાઈએ તેનો મોબાઈલ ચેક કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. યુવકે નગ્ન ચેક વાયરલ થઈ જવાની બીકે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક યુવતી સાથે તેણે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. યુવતીએ તેનો બિભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ હતું. 


આ પણ વાંચો : ગુજરાતમાં આવ્યું બિહારરાજ : વડોદરામાં પ્રેમી યુવકને તાલિબાની સજા આપીને મારી નાંખ્યો  


યુવતીએ યુવકનો બિભત્સ વીડિયો તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ, યુવતીએ બંને વચ્ચે થયેલી બિભત્સ વાતોની ચેટ પણ ખુલ્લી કરવી ધમકી આપી હતી. આ રીતે તેણે યુવક પાસેથી રૂપિયા પડાવવાનુ શરૂ કર્યુ હતું. યુવકે તેને 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. છતા તેણે વધુ રૂપિયાની માંગ કરી હતી. જેથી કંટાળીને યુવકે આત્મહત્યાની ચીમકી આપી હતી. છતા યુવતીએ પોતાની માંગણી ચાલુ રાખી હતી. 



બદનામીના ડરે યુવકે 31મી ઓક્ટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલિટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. આમ, આખરે યુવકે મોતનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે આ મામલે રાંદેર પોલીસે તપાસ શરૂ કરી હતી.


યુવકની સમગ્ર હકકીત બહાર આવ્યા બાદ, સાયબર ક્રાઈમે યુવતી સહિત બે લોકોની ધરપકડ કરી છે. તેમની સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.