કિરણસિંહ ગોહિલ/સુરત : આવતી કાલે દાંડી યાત્રા સુરત જીલ્લામાં કરશે પ્રવેશ. સુરતના ઉમરાછી ગામે સુવિધાનો અભાવ  જોવા મળી રહ્યો છે. સ્થાનીકોએ ઉઠાવ્યા સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં કોણ કરશે પદયાત્રીઓ માટે કામગીરી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આઝાદીને ૭૫ વરસ પૂર્ણ થતા દેશ વ્યાપી ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં દાંડી યાત્રાનો ૧૨ માર્ચે સુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા અમદાવાદના સાબરમતીથી નીકળી નવસારીના દાંડી ખાતે પહોંચશે. હાલ આ દાંડી યાત્રા ભરૂચ જીલ્લામાં આવી છે. આવતી કાલે સુરત જીલ્લામાં ઉમરાછી ગામે પ્રવેશ કરશે પણ દાંડીયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dwarka: મંદિરનો એક નિર્ણય અને ST વિભાગને 32 લાખ કરોડ રૂપિયાની ખોટ


સમગ્ર ભારત ગુલામીની જંજીરમાં જકડાયું હતું. ત્યારે સમગ્ર ભારતમાં આઝાદીની ચળવળ શરુ થઇ હતી. અંગ્રેજો દ્વારા મીઠા પર કર નાખવામાં આવતા મહાત્મા ગાંધીએ તેના વિરોધમાં ૧૯૧૨માં દાંડી યાત્રા કરી હતી. આજે આ દાંડી યાત્રાને ૯૦ વરસ પૂર્ણ થયા છે. આઝાદીને ૭૫ વરસ પૂર્ણ થતા સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ઉજવણીની સાથે ૧૨ માર્ચે વધુ એક દાંડી યાત્રાને દેશના પ્રધાનમંત્રીએ લીલીઝંડી આપી છે. ૧૨ માર્ચે સાબરમતીથી નીકળેલી દાંડી યાત્રા હાલ ભરૂચ જીલ્લામાં છે. આવતી કાલે સાંજે સુરત જીલ્લાના ઉમરાછી ગામથી પ્રવેશ કરશે પણ આ દાંડીયાત્રી માટે તંત્ર ઊંઘતું હોય એવું લાગી રહ્યું છે.


TAPI: અહીં જે કોરોના દર્દીને મૃત જાહેર કરાયો તે અચાનક ઉભો થઇ ગયો અને...


જયારે અંગ્રેજોના શાશનમાં આ દાંડી યાત્રા ઉમરાછી ગામે આવી હતી, ત્યારે તેને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ બાપુ અને દાંડીયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પરંતુ હવે તો આઝાદ ભારત છે. આ દાંડી યાત્રા માટે તંત્ર સુવિધા કરવામાં નિષ્ફળ રહ્યું છે. જયારે સુરત જીલ્લાના ઉમરાછી ગામે ગાંધીજી આવ્યા ત્યારે કીમ નદી પર વાંસનો પુલ બનાવવામાં આવ્યો હતો. આજે કીમ નદી પર કોઈ પુલ નથી નાવડી લાવી પદયાત્રી ઓને ઉમરાછી ગામે આવવામાં આવશે પણ કીમ નદીના કિનારે કોઈ વ્યવસ્થા નથી. કિનારા પર કાંટા છે. રસ્તાનો અભાવ છે. ઉબડ ખાબડ કિનારો છે અને તંત્ર હાલ પણ ઉંઘી જ રહ્યું છે. સ્થાનિકો લોકો તંત્રની ઉદાસીનતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.


Rajkot માં પોલીસે વેપારીને ઢોર માર માર્યાનો આક્ષેપ, વિરોધમાં નગ્ન પરેડ કરતા 3 ની અટકાયત


ઉમરાછી ગામે આ દાંડી યાત્રાળુ રાત રોકાશે પણ આ ગામમાં વરસોથી ડીમ લાઈટની સમસ્યા છે. જી.ઈ.બી ના અધિકારી પંચાયત પાસે કનેક્શન માટે રકમ ભરવા કહે છે. ત્યારે સ્થાનિક લોકો પણ હવે તંત્રની બેરૂખી જાણી ગયા છે. રાત્રી દરમ્યાન વીજ સપ્લાય બંધ થયો તો વિકાસની પોલ ખુલી જશે. તંત્ર એકબીજા પર ખો આપી રહી છે, ત્યારે આ દાંડી યાત્રાનો હેતુ કોઈ સમજી સકતા નથી. ગામના યુવાનો કહે છે ત્યારે અંગ્રેજોનું શાશન હતું છતાં મહાત્મા ગાંધીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. 


સરવેનું હકારાત્મક પરિણામ, વેક્સીન લીધા બાદ તબીબોમાં વિકસી એન્ટીબોડી


હવે તો ભારત આઝાદ થયું છે અને ચુંટણી પાછળ લાખો કરોડો ફૂકી મારતી આ સરકાર આ દાંડી યાત્રાનું યોગ્ય રીતે આયોજન પણ કરી શક્તિ નથી. આવતી કાલે સાંજે આ દાંડી યાત્રા ભરૂચથી સુરત જીલ્લામાં પ્રવેશ કરશે પણ હજી સુધી કોઈ કીમ નદી પર પુલ નથી કે નાવડી મુકવામાં આવી નથી કે રસ્તા બનાવવામાં આવ્યા તંત્ર ઊંઘતું છે. સ્થાનિક પંચાયતના યુવા સરપંચ અને ગ્રામજનો બનતા પ્રયાસ કરી રહ્યા છે બાકી વહીવટી તંત્ર ઊંઘમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube