Surat News સુરત : જેમણે આપણે ચૂંટીને સત્તા પર મોકલતા હોઈએ છે, અને સરકાર જેમને મહત્વના હોદ્દા સોંપે છે તે નેતાઓ હકીકતમાં કેટલા યોગ્ય છે તે તો સમય આવે જ ખબર પડે છે. સંકટ સમયે ઝેરના પારખા થાય, તેમ નેતાઓ પણ આફતો સમયે જ પરખાય છે. આવામાં સુરતના ડેપ્યુટી મેટર નરેન્દ્ર પાટીલે જાહેરમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફોટો સેશન માટે પહોંચી જતા નેતાઓ એક ડગલું ય કાદચમાં ચાલી શક્તા નથી તે અહી જોવા મળ્યું. 
 
કાદવ કીચડમાં બે ડબલા ચાલી ન શકનારા ડેપ્યુટી મેયર પ્રજાની શું સેવા કરશે. સુરતના ડેપ્યુટી મેટર નરેન્દ્ર પાટીલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ કર્યો. પર્વત પાટિયા વિસ્તારમાં ખાડી પૂરમાં ડૂબેલ યુવકનો ચાર દિવસ પછી મૃતદેહ મળ્યો હતો. પાણી ઓસરતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યારે ફૂટપાથથી રોડ માત્ર સામાન્ય કાદવ હતો, ભાજપના ડેપ્યુટી મેયર કાદવ પણ ઓળંગી ના શક્યા. 10 ડગલા ચાલવા વેતાળની જેમ ફાયર ઓફિસરના ખભે ચડી ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહ રે ગુજરાત મોડલ! 25 વર્ષની ગેરન્ટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં ધોવાયો


આમ, સુરતમા મનપા ડેપ્યુટી મેયર આ તસવીરમાં વેતાળ જેવા લાગ્યા હતા. ડે મેયર કાદવમાં ફાયર ઓફિસરનો ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગ્યો હતો. આમ, સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે બુદ્ધિનું દેવાળું ફુક્યું હતું. 


મોતના વાયરસે ગુજરાતમાં 52 બાળકોનો ભોગ લીધો, ચાંદીપુરાએ ભયાનક સ્વરૂપ લીધું