ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાગ્યો લાંચનો રંગ, પંચાયતમાં ઠરાવના નામે લીધા 35 હજાર
Corruption : સુરતના માંડવીના પાતાલ ગામમાં ડેપ્યુટી સરપંચ અને કોંગ્રેસનો નેતા જમીનના લેવલીંગના કામ માટે લાંચ લેતા ઝડપાયા, તો બીજી તરફ અમદાવાદમાં એક હેડ કોન્સ્ટેબલ દારૂના કેસમાં પતાવટમા 20 હજારની લાંચ લેતા પકડાયો
Surat News : સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ ભુપેન્દ્રભાઇ ગામીત અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા. જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા દોઢ લાખની માંગણી કરી હતી. ફરિયાદી પાસે રકઝકના અંતે 80 હજારની માંગણી કરી હતી. તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતા. ઘટના એ હતી કે, ફરિયાદી ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જે જમીન લેવલીંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બન્નેને તેઓ મળ્યા હતા.
ગુજરાતમાં ભાજપ કેમ નથી હારતું, આ આંકડાઓ જાણશો તો કહેશો કે 26માંથી 26 જ જીતશે
કામ માટે તેઓએ પ્રથમ દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80 હજારમાં પતાવટ થઈ હતી. જે પૈકીના 35 હજાર રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.આરોપીઓએ 35 હજાર રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડદેવડ કરવા જતાં બંને રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
લાંચ લેનાર બે ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભુપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બન્ને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હતાં. સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પી આઈ આર. આર. ચૌધરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પાટીલ કેમ છાતી ઠોકીને કહે છે કે 5 લાખ લીડથી જીતીશું, અશક્ય નથી, આ છે ગણિત
અમદાવાદમાં લાંચિયો પોલીસ પકડાયો
અમદાવાદમાંથી વધુ એક લાંચિયો પોલીસકર્મી પકડાયો છે. લાંચિયા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ચૌહાણની ધરપકડ કરાઈ છે. જેણે દારૂના કેસમાં પતાવટ માટે 20 હજારની લાંચ માંગી હતી. જોકે, તેની સામે હેડ કોન્સ્ટેબલ 12 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયો હતો. આ લાંચિયો આરોપી બાવળા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ છે. બાતમીના આધારે છટકું ગોઠવી ACBની સફળ કાર્યવાહી કરી છે.