તેજશ મોદી, સુરત: કોરોનાની મહામારીને કારણે અનેક ઉદ્યોગો મરણ પથારીએ પડ્યા છે. જોકે હીરા ઉદ્યોગમાં હવે ધીમે ધીમે તેજી આવી રહી છે. રફ હીરાને નવી ઊંચાઈએ લઈ જવા માટે B2B કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સ્પો-2022 નું 15 જુલાઈ થી 17 જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો માટે અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઈલેન્ડથી બાયર્સ આવે તે માટે માર્કેટિંગ પણ કરવામાં આવ્યું છે. એક્સ્પોના ઉદ્દઘાટનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાળા, દર્શના જરદોશ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત ડાયમંડ એસો.ના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે, ત્રીજીવાર યોજાયેલા B2B કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોમાં નેચરલ ડાયમંડની સાથોસાથ સીવીડી ડાયમંડ (લેબગ્રોન), જ્વેલરી મેન્યુફેક્ચર્સ, જ્વેલરી તેમજ ડાયમંડ ટેકનોલોજીના બુથ રાખવામાં આવેલા છે. આ વર્ષે એક્ઝિબિશનમાં નેચરલ લુઝ ડાયમંડ્સમાં ગુલાબ કટ, પોલ્કી, નેચરલ ફેન્સી રંગીન વગેરે જેવા તમામ પ્રકારના હીરાના કટનું પ્રદર્શન રહેશે. 100 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.


આગામી 24 કલાક તમારા માટે ભારે સાબિત થશે? ભારેથી અતિ ભારે વરસાદની આગાહી


પ્રિમિયમ બાયર્સને કોમ્પલીમેન્ટરી સ્ટે આપવા માટે 350 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. નાના અને મોટા વેપારીઓ સીધા ખરીદદારોના સીધા સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું B2B કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સ્પો-2022 નું આયોજન કરાયુ છે. અગાઉ 2018 અને 2019 એક્સ્પો સુરત ખાતે કરવામાં આવ્યો હતો. વર્ષ 2020 અને 2021 માં કોરોના વાયરસને કારણે આયોજન થઈ શક્યું નથી. B2B કેરેટ્સ-સુરત ડાયમંડ એક્સ્પો – 2018 અને 2019 માં ખુબ મોટી સંખ્યામાં નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો અને તેમને વેપારમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.


હું એન્થોની બોલું છું, મને 11 કરોડ રૂપિયા આપ નહીં તો તને અને તારા પરિવારને પતાવી દઈશ


આંતરરાષ્ટ્રીય સ્તરે આ એક્ઝિબિશનને ખુબ જ સારી સફળતા મળી હતી. કેરેટ્સ સુરત ડાયમંડ એક્સ્પોના આયોજનથી બાયર્સને સુરત આવવા માટેનું એક હકારાત્મક વાતાવરણ મળ્યું છે. B2B કેરેટસ-સુરત ડાયમંડ એક્સ્પોએ હીરા ઉદ્યોગ માટે નવા રસ્તા ખોલ્યા છે. ઉત્પાદકો અને વેપારીઓને મોટા ખરીદદારો સાથે સીધા સંપર્કમાં લાવીને B2B વ્યવહારોને વેગ આપ્યો છે. કેરેટ્સ એક્સ્પોએ ઉદ્યોગને નવા સપ્લાયર્સ આપ્યા છે. વિદેશમાં અમેરિકા, લંડન, દુબઈ, હોંગકોંગ તેમજ થાઈલેન્ડથી બાયર્સ આવે તે માટે માર્કેટિંગ કર્યું છે.


વરસાદી આફત વચ્ચે કોરોના કહેર, વધી લોકોની મુશ્કેલી; જાણો આજના કેસ


કેરેટ્સની મુલાકાત લેવા દેશ વિદેશથી ખુબ જ ઓનલાઈન વિઝીટર્સ રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. અંદાજીત 15000 વિઝીટર્સ આવશે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાળાએ જણાવ્યું હતું કે સુરત ડાયમંડ ઉદ્યોગનું હબ જરૂર બન્યું છે. પરંતુ હજુ પણ એવા પ્રયાસ કરવામાં આવે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક્સ્પો સુરતમાં આયોજીત થાય. ધીમે ધીમે દરેક ક્ષેત્રોમાં ભારત આગળ વધી રહ્યું છે. રફ હીરા ન તો બને છે અને ન તો તૈયાર હીરાની ખરીદી કરવામાં આવે છે. તેમ છતાં હીરાનું હબ ભારત અને સુરત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube