તેજશ મોદી/સુરત :સુરતના ચકચારી દિશીત જરીવાલા હત્યા (Dishit Jariwala murder) પ્રકરણ કેસમાં કોર્ટે પત્ની વેલ્સી જરીવાલા અને તેના પ્રેમી સુકેતુ મોદી તથા ડ્રાઈવર ધિરેન્દ્ર ચૌહાણ સહિતના આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. 27 જૂન 2016ના દિવસે દિશીતની હત્યા કરવામાં આવી હતી. પત્ની વેલ્સી, પ્રેમી સુકેતુ મોદીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં ડ્રાઇવર ધીરેન્દ્ર ચૌહાણની પણ સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. હત્યાના તમામ સાક્ષીઓ હોસ્ટાઈલ થતાં આરોપીઓનો  છુટકારો થયો છે. કેસમાં પોલીસ અદાલતમાં તમામને આરોપી સાબિત કરવામાં અસક્ષમ રહી હતી. ત્યારે જિલ્લા કોર્ટે ત્રણેયને શંકાનો લાભ આપી મુક્ત કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓની નવા વર્ષની સવાર પણ કાતિલ ઠંડીથી થઈ, જુઓ ક્યાં કેટલો છે ઠંડીનો પારો  


સજ્જડ પુરાવા હોવાનો દાવો કરનાર સુરત પોલીસ કોર્ટમાં પુરાવા સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી. તો બીજી તરફ, સરકારી વકીલ ભદ્રેશ દલાલ કોર્ટ સમક્ષ અસરકારક દલીલો રજૂ કરી શક્યા ન હતા. આ કારણે કોર્ટે ત્રણેય આરોપીઓને મંગળવારે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં સુપ્રિમ કોર્ટે પણ ગુનાની ગંભીરતા જોઈ સુકેતુ અને ધિરેન્દ્રસિંહના જામીન રદ કર્યા હતા. ત્યારે ત્રણેય આરોપીઓ ગઈકાલે નિર્દોષ છૂટ્યા છે. 


શું બન્યું હતું
સુરતના પોશ વિસ્તાર પાર્લે પોઈન્ટમાં રહેતા દિશીત જરીવાલાની જુન, 2016ના રોજ હત્યા થઈ હતી. ઘરમાં લૂંટ કરવા આવેલા શખ્સોએ દિશીતની ઘાતકી હત્યા કરી હતી. ત્યારે આ હત્યા પાછળ લૂંટારુઓ નહિ, પણ કોઈ અન્ય કાવતરું હોવાનું ખૂલ્યું હતું. ત્યારે તપાસમાં ખૂલ્યું કે, લૂંટના ઈરાદે નહિ, પણ તેની પત્ની વેલ્સીએ અન્ય યુવક સાથેના સંબંધો હોવાને કારણે દિશીતની હત્યા કરી હતી. વેલ્સીનો પ્રેમી સુકેતુએ જ દિશીતના હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તેમાં ડ્રાઈવર ધિરેન્દ્ર ચૌહાણ પણ સામેલ હોવાનું ખૂલ્યું હતું. ત્યારે ત્રણેયની સુરત પોલીસે ધરપકડ કરી હતી. ત્રણેય સામે કલમ 302, 120(બી), 201, 203, 114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....