સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભાજપના હાથમાં સત્તા તો આવી, પણ સાંસદ પ્રભુ વસાવા હાર્યા
- સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની 18 બેઠકોમાંથી પાંચ બેઠકો બિન હરીફ ચૂંટાઇ હતી. જ્યારે કે, 13 બેઠકોનું પરિણામ આજે જાહેર થયું
- આ ચૂંટણીમાં 13 બેઠકો પર 28 ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો
ચેતન પટેલ/સુરત :સહકારી ક્ષેત્રના રાજકારણની તિજોરી સમાન સુરત ડિસ્ટ્રીક્ટ બેંક (surat district bank) ની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. આ ચૂંટણીની સૌથી અગત્યની વાત એ છે કે બારડોલીથી સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપના પ્રભુ વસાવા આ બેંકના ડિરેકટર બની શક્યા નથી. તેઓ આ બેંકની ચૂંટણીમાં હારી ગયા છે, જે ભાજપ માટે ખૂબ જ આઘાતજનક વાત કહી શકાય. 18 બેઠકોમાંથી ભાજપ (BJP) પ્રેરિત સહકાર પેનલના 14 બેઠક મેળવી છે. પરિણામ આવતાં જ બેંકની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : નરેશ પટેલનો હુંકાર, ‘ક્લાર્કથી કલેક્ટર સુધી અને સંરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જોઇએ’
ડિસ્ટ્રીકટ બેકનું પરિણામ
18 પૈકી 16 ભાજપ પ્રેરિત પેનલની જીત
1 કોંગ્રેસના ફાળે
1 અપક્ષ
13 બેઠકોનું પરિણામ આજે જાહેર થયું
સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની 18 બેઠકોમાંથી પાંચ બેઠકો બિન હરીફ ચૂંટાઇ હતી. જ્યારે કે, 13 બેઠકોનું પરિણામ આજે જાહેર થયું છે. આ ચૂંટણી (bank election) માં 13 બેઠકો પર 28 ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. 18 માંથી 14 ભાજપ પ્રેરિત સહકાર પેનલે બેઠક પર જીત મેળવી છે. જ્યારે કે, બે ભાજપથી બળવાખોર ઉમેદવારોએ બેઠક પર જીત હાંસલ કરી છે. સાથે એક બેઠક અપક્ષને જ્યારે અન્ય એક બેઠક કોંગ્રેસના ઉમેદવાર જીત મેળવી છે.
આ પણ વાંચો : પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દીધી, સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીની આત્મહત્યા
પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી
સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના કુલ 18 ડિરેક્ટર માટે જાહેર કરવામાં આવેલી ચૂંટણીમાં પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. સહકારી ક્ષેત્રના રાજકારણના વર્ચસ્વ સન્માન ચૂંટણીમાં કોંગ્રેસવાળા બેંકના હોદ્દેદારોની વહીવટની આડાઅવળા, તો જ્યારે બીજી તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલ દ્વારા બેંકના વિકાસના ગુણગાન ગાઈ મતદારોને છેલ્લી ઘડી સુધી રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના 18 નિયામકની ચૂંટણીમાં ભાજપના સહકાર પેનલના ઉમેદવારો અને બૅંકના વર્તમાન ચેરમેન સંદીપ દેસાઇ શરૂઆતથી જ બિનહરીફ રહ્યા હતા.