ચેતન પટેલ/સુરત: પોતાના નિવદનોથી વિવાદ ઉભો કરનારા કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘ચોકીદાર ચોર હૈ’થી સંબોધન કરી રહ્યા હતા. જો કે તેમના આ શબ્દોએ વિવાદ સર્જયો છે. કારણ કે એક સભાને સંબોધતા તેમને તમામ મોદી ચોર હોવાનું કહ્યુ હતુ. જેને લઇને સુરતના પશ્રિમના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરત કોર્ટમા રાહુલ ગાંધી વિરુધ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ મોદીઓ ચોર કહેતા રાહુલગાંધીની મુશ્કેલી વધી
રાહુલ ગાંધી સતત પોતાના ભાષણમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએનબી બેંકના કૌભાંડી નિરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કરી તમામ મોદી ચોર હોવાનુ કહી રહ્યા છે. ત્યારે મોદી સમાજની લાગણી દુભાય છે. સતત થઇ રહેલા નિવેદનો સામે કોર્ટમા કરાયેલી અરજી સંદર્ભે સુરત જીલ્લા કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સ મોકલવામા આવ્યુ છે. મહત્વનુ છે કે રાહુલ ગાંધી ચુટાયેલા સાસંદ છે, જેથી તેમને સીધુ સમન્સ મોકલાય નહિ, તેથી લોકસભાના સ્પીકર મારફત આ સમન્સની મોકલવામાં આવશે.


નારાયણ સાંઇ બાદ જૈન મુનિનો વારો, રેપ કેસમાં ન્યાયિક કાર્યવાહી થઇ શરૂ



અમદાવાદ મેટ્રો કોર્ટેનું પણ રાહુલ ગાંધીને સમન્સ 
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ટિપ્પણી કરવાનો મામલે રાહુલ ગાંધી પર ફરિયાદ કરવામાં આવી હતી. 23મી એપ્રિલે જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અમિત શાહ માટે રાહુલ ગાંધીએ "અનેક કેસના હત્યારા" શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગે ખાડીયાના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન ભ્રમભટ્ટ દ્વારા મેટ્રોકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.