Surat News : ઓનલાઈન ગેમ રમતા દરમિયાન અનેક લોકો છેતરાતા હોય છે. ત્યારે પ્લે સ્ટોર ઉપર બિગ વિનર નામથી ઓનલાઇન ગેમિંગ એપ ડેવલોપ કરી તેમાં ૨મતાં એક પણ વિજેતાને નાણાં નહિ આપી ઠગાઇ કરતાં વરાછા યોગીચોકના ડેન્ટિસ્ટ નવતીન દેવાણીની પોલીસે ધરપકડ કરી હતી. આ તબીબના એકાઉન્ટ ચેક કરતાં તેણે દેશભરમાં 1.1 લાખ કરતાં વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. તેના એક બેંક એકાઉન્ટમાંથી ૩૪ લાખ રૂપિયાનું ટ્રાન્ઝિક્શન પણ મળી આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ખટોદરા જોગાણી માતાનાં મંદિર સામે પાનનો ગલ્લો ચલાવતાં રાજેશપતરાઉ નામના યુવાને ઓનલાઇન ગેમિંગ એપ બિગ વિનર ડાઉનલોડ કરી હતી. 50 રૂપિયાથી ૩૦૦ રૂપિયા જમા કરાવી ગેમ રમવાની રહેતી હતી. જોકે તેને જીતવા પર ક્યારેય રૂપિયા મળતાં જ ન હતા. આ યુવાને ૫૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ તે તેને પરત નહિ મળતાં તેણે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. 


આ પણ વાંચો : 


ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયા ભણવા જવુ નહિ પડે, અહી ખુલશે ઓસ્ટ્રેલિયન યુનિ.નું કેમ્પસ


પોલીસની તપાસમાં આ ગેમિંગ એપ યુટ્યુબ રમાડનાર સુરતનું જ હોવાનું ખૂલ્યું. સુરતના યોગીચોક નાના વરાછામાં રહેતો અને ડેન્ટિસ્ટ ડો. નવનીત મનસુખ દેવાણી ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, ગુગલ એકાઉન્ટ પાસેથી ડેટા મેળવતા તેના ગુગલ એપમાં અત્યાર સુધી કુલ્લે ૧,૦૧,૪૭૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. 


આરોપી તબીબ ડો.નવનીત દેવાણીએ પહેલાં સ્પીન ટુ વીન નામની ગેમિંગ એપ ડેવલોપ કરી હતી, પરંતુ તેને પ્લે સ્ટોર્સ દ્વારા બેન કરી દેવાતા બીગ વિનર નામથી નવી ગેમિંગ એપ ડેવલોપ કરી હતી. જોકે એકેય વિજેતાને તેણે નાણાં ચૂકવતો ન હતો. તેણે દેશના લાખો લોકો પાસેથી આ રીતે કરોડો ખંખેર્યા હોવાનું પોલીસ માની રહી છે. પોલીસને તેના એકાઉન્ટમાંથી ૩૪ લાખનું ટ્રાન્ઝિક્શન પણ મળી આવ્યું હતું. હાલ આ રેકેટમાં મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શકયતા જોવા મળી રહી છે તેવું ડીસીપી સાગર બાગમારે જણાવ્યું. 


આ પણ વાંચો : 


જય જય અંબે : અંબાજીમાં પ્રસાદની પરંપરા બદલાતા વિરોધ, મંદિર બંધ કરવા અપાયું અલ્ટીમેટમ