સુરતમાં પરિણીત મહિલા સાથે હોસ્પિટલમાં જ બળાત્કાર કરનાર હવસખોર ડોક્ટરની ધરપકડ
ડોકટર પ્રફુલ્લ દોશીએ 4 સપ્ટેમ્બરના રોજ બપોરે સંતાન પ્રાપ્તિની દવા લેવા માટે આવેલી કતારગામની પરિણીતા સાથે કન્સલ્ટિંગરૂમમાં રેપ કર્યો હતો.
સુરત: સુરતમાં થોડા દિવસ અગાઉ પરિણીતા પર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. કતારગામની પરિણીતા પર બળાત્કારના મામલે ડોકટર પ્રફુલ્લ દોશી શનિવારે મોડીરાત્રે અઠવા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે તેને ડીસ્ટાફની રૂમમાં રાખી પૂછપરછ શરૂ કરી હતી. નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડોકટર પ્રફુલ્લ દોશીએ 4 સપ્ટેમ્બરના રોજ બપોરે સંતાન પ્રાપ્તિની દવા લેવા માટે આવેલી કતારગામની પરિણીતા સાથે કન્સલ્ટિંગરૂમમાં રેપ કર્યો હતો.
હવસખોર ડોક્ટર, નિઃસંતાન મહિલાને ઇન્જેક્શન આપી ચેમ્બરમાં કર્યો બળાત્કાર
મોડી રાત્રે પોલીસ સમક્ષ જાતે જ થયો હાજર
શનિવારે મોડીરાત્રે 11.00 વાગ્યે પોલીસ સમક્ષ જાતે સરેંડર થઈ ગયો હતો. જો કે આટલા દિવસો કયા ભાગ્યો હતો અને કોણે કોણે સહારો આપ્યો તેમજ તેની પત્ની મીત્સુ દોશી સાથે હતી કે કેમ તે બાબતેની જો ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરે તો મોટામાથાઓની નામ બહાર આવી શકે તેવી શક્યાતાઓ છે. ઘરપકડ બાદ તેને નવી સિવિલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાય તેવી શક્યતા છે.